SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પ્રસ્તાવના નંતાનંત પરમતારક પરમાત્માએ પ્રરૂપેલ પ્રભુશાસન વિશ્વમાં અદ્વિતીય-અમૂલ્ય અને પ્રભુવત્ પરમતારક છે. પ્રભુશાસનનો નાનામાં નાનો યોગ અમૂલ્ય છે. તે યોગ પરમશાશ્વત સુખનું બીજ છે. એટલે જ પંચસૂત્રના પ્રથમસૂત્રનું નામ પાપપ્રણિઘાત અને ગુણ બીજાધાન રાખવામાં આવેલ છે. જ્ઞાની-પુરુષોના વચન અનુસાર ત્રિકરણ શુદ્ધ આવશ્યક ક્રિયાઓના માધ્યમથી ગુણબીજાધાન શીઘ્ર થાય છે. આવશ્યક ક્રિયાઓની વિધિ શુદ્ધ કરવા સૂત્રોના સૂક્ષ્મજ્ઞાનની અને સૂત્રના સૂક્ષ્માર્થનીવિચારણા કરવી જરૂરીછે. જિનશાસનની પ્રત્યેક આરાધના ષડાવશ્યકમય છે. પરમાત્માની રથયાત્રા હોય કે પ્રતિક્રમણરૂપ અનુષ્ઠાન હોય, પ્રત્યેક આરાધનામાં સૂક્ષ્મવિચારણાથી ષડાવશ્યક ઘટી શકે છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં (ગાથા-૮૭૩) આવશ્યક શબ્દના વિવિધ અર્થો અને પર્યાયવાચી શબ્દોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. જિનશાસનમાં આવશ્યકનું મૂલ્ય અતિશય છે. શરીરના પ્રમાદભાવને દૂર કરવા માટે અને આત્મામાં ઉર્જા પ્રગટાવવા માટે આવશ્યક ક્રિયાઓ અનિવાર્ય છે. સૂત્રોથી વ્યાપ્ત આ ક્રિયાઓમાં સૂત્રશુદ્ધિ અતિજરૂરીછે. સૂત્રશુદ્ધિ માટે ઉચ્ચારજ્ઞાન, પદજ્ઞાન, વર્ણજ્ઞાન, અર્થજ્ઞાન, સંપદાજ્ઞાન, છંદજ્ઞાન વિગેરે અતિ જરૂરી છે. પ્રસ્તુત પુસ્તક આ સઘળી આવશ્યકતા પૂર્ણ કરવા સક્ષમ છે. વિશેષમાં, પ્રત્યેક સૂત્રમાં ઉચ્ચાર શુદ્ધિ કરવા માટે સંયુક્તાક્ષરવાળા પદોને અલગ કરીને બતાવેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં જિનશાસનના ઈતિહાસમાં પ્રથમવાર છંદજ્ઞાન સાથે દરેક સૂત્રને દર્શાવેલ છે. શ્રીસંઘમાં છંદનુ જ્ઞાન શિષ્ય પરંપરા કે અભ્યાસ પરંપરામાં ચાલુ કરી દેવામાં આવે તો અભ્યુદય થયા વિના ન રહે. અપ્રશસ્ત રાગોની ઉપશાન્તિ અને શુભભાવોની ઉપલબ્ધિ સહજ થઈ જાય. છંદના નિયમો આપવા સાથે સ્તવન-સજ્ઝાય સ્તુતિ-સ્નાત્રપૂજા આદિ પ્રચલિત રાગો સાથે સમન્વય કરીને કઠીન વિષયને સરલ બનાવવા પણ પ્રયત્ન કર્યો છે. Jain Education International જે પ્રશંસનીય છે. તદુપરાંત ખમાસમણ-અબ્ભઢિઓ-ઈચ્છામિ ઠામિ-વાંદણાં-સાતલાખ જેવાં ગદ્યાત્મક જે સૂત્રો છે, જેની સંપદા આગમગ્રંથોમાં હોવા છતાં પ્રસિદ્ધિમાં ન હતી (અશ્રુતપ્રાયઃ હતી), તે તે સૂત્રોની સંપદા પણ બતાવવામાં આવેલ છે. આ સિવાય જિનપૂજાની અદ્ભુત માહિતિસમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનાં ઉપકરણો-ખમાસમણું-વાંદણાંઅબ્યુટ્ટિઓ વિગેરે કેવું આસન, કેવી મુદ્રા અને કયા-કયા પદે કેવી રીતે વર્તવું-મુહપત્તિ-શરીર પડિલેહણ વિધિ ઈત્યાદિનું સુરમ્ય ચિત્ર સંપુટ દ્વારા આબેહૂબ જ્ઞાન જિનશાસનમાં સહુ પ્રથમવાર પુસ્તકમાં આપી, પુસ્તકને રસપ્રદ-આનંદપ્રદ-જ્ઞાનપ્રદ અને બાલભોગ્ય બનાવવાનુ સુકૃત પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબે અસ્વસ્થ સ્વાસ્થ્યમાં પણ પ્રસન્નતા પૂર્વક કર્યુ છે, જે અતિપ્રશંસનીય છે. સંકલક-સંયોજક શ્રી પરેશભાઈ જે. શાહે સકલ શ્રીસંઘને અણમોલ સાહિત્ય અર્પણ કરીને અનન્ય ભક્તિ કરેલ છે, તે અતિસ્તુત્ય છે. આપણે સહુ પ્રસ્તુત પુસ્તકનો સુંદર ઉપયોગ કરી આવશ્યક ક્રિયા વિષયક અને જિનપૂજા વિષયક અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન-દર્શન-ચારિત્રની વિશુદ્ધ આરાધનાના પ્રભાવથી ચિરસંચિત કર્મનો નાશ કરી શાંતિ પ્રાન્તે સમાધિ જમાન્તરમાં સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધિગતિના સ્વામી બનીએ, એ જ મંગલ પ્રાર્થના. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિદુક્કડં. For Private & Personal Use Only પ્રેષક પ્રા. શ્રી ચન્દ્રકાન્ત. એસ. સંઘવી શ્રી સિદ્ધહેમજ્ઞાનપીઠ વાડી જિન વિધાપીઠ શ્રી નીતિસૂરિજી સંસ્કૃત પાઠશાળા, પાટણ (ઉ.ગુ.) www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy