________________
:
તે હીલિત દોષ; (૨૨) વાંદણાની વરો વિક્થાઓ કરતો વાંદે, તે વિપરિંકુચિત દોષ; (૨૩) કોઈ દેખે તો વાંદે અને ન દેખે તો ન વાંદે, તે દૃષ્ટાદષ્ટ દોષ; (૨૪) પશુના તે શીંગડાની જેમ લલાટના બે પડખે વાંદે, તે શૃંગદોષ; (૨૫) રાજાના કરની જેમ વેઠથી વાંઢે તે કર દોષ; (૨૬) તેમનાથી ક્યારે મુકાશું? વિચારી વાંદે તે, તન્મોચન દોષ; (૨૭) રજોહરણ (શ્રાવક-શ્રાવિકારણે ચરવાળા ઉપર સ્થાપેલ મુહપત્તિ સમજવી) અને મસ્તકે હાથ અડાડી કે ન અડાડીને વાંદે, તે
.
Jain Eduur
આશ્લિષ્ટાનાશ્લિષ્ટ દોષ; (૨૮) ઓછા અક્ષરો બોલીને વાંદે, તે ઉણદોષ; (૨૯) મોટા સાદે ‘મર્ત્યએણ વંદામિ' કહે, તે ઉત્તરચૂલિકાદોષ; (૩૦) મૂંગાની પેઠે મનમાં બોલીને વાંધે, તે મૂક દોષ; (૩૧) બધુ વંદન મોટા સાદે બોલે, તે ઢઢર દોષ અને (૩૨) રજોહરણ (ચરવાળા) ને ઉંબાડીયાની જેમ ભમાડીને વાંદે, તે ને ચુડલિક દોષ કહેવાય છે.
ઉપરોક્ત બત્રીશદોષ રહિત પચ્ચીશ આવશ્યક સહિત દ્વાદશાવર્ત વંદન કરવાથી આત્મા સર્વકર્મ મુક્ત બની મુક્તિપદને પામે છે.
(૧) ગુરુભગવંતની આગળ જવું. (૨) ગુરુભગવંત ની આગળ ઉભા રહેવું, (૩) ગુરુભગવંતની આગળ બેસવું. (૪) ગુરુભગવતની પડખે (ડાબે-જમણે) જવું. (૫) ગુરુભગવંતની પડખે (જમણે-ડાબે) ઉભા રહેવું. (૬) ગુરુભગવંતની પડખે બેસવું. (૭) ગુરુભગવંતની સાવ નજીક આગળ ચાલવું. (૮) ગુરુભગવંત ની સાવ નજીક ઉભા રહેવું. ગુરુભગવંતની સાવ નજીક બેસવું, (૧ થી ૯ આશાતનામાં ગુરુભગવંત ની આજ્ઞાથી તેમ કરવાનું થાય તો આશય શુદ્ધ હોવાથી દોષ સંભવતો નથી.) (૧૦) ગુરુભગવંતની પહેલાં હાથપગ ધોઈ લેવા. (૧૧) બહાર જઈને આવ્યા પછી ગુરુભગવંતની પહેલા ‘ઈરિયાવહિયં’ આલોવે. (૧૨) રાત્રે સંથારો કરતાં પહેલાં કે પછી ગુરુભગવંત સાદ આપે, ત્યારે જાગતા હોવા છતાં જવાબ ન આપવું. (૧૩) ગૃહસ્થને ગુરુભગવંત પાસે જાય તે પહેલાં પોતાની પાસે બોલાવે. (૧૪) ગોચરી બીજા સાધુભગવંત પાસે આર્લોવીને પછી ગુરુભગવંત પાસે, આલોવે (૧૫) ગોચરી બીજા સાધુભગવંત ને દેખાડે. (૧૬) ગુરુભગવંત પહેલા અન્ય સાધુભગવંતને ગૌચરી વાપરવા માટે નિમંત્રણ (આમંત્રણ) આપવું, (૧૭) ગુરુભગવંત પધારે તે પહેલા આજ્ઞા વગર બીજા સાધુભગવંત ને ખવડાવે. (૧૮) ગુરભગવંત પધારે પહેલાં ગોચરીમાં આવેલ સારી વસ્તુઓ પોતે આજ્ઞા વગર વાપરી (ખાઈ) લે. (૧૯) દિવસે ગુરુભગવંત એ બોલાવ્યા છતાં (સાંભળવા છતાં) ઉત્તર ન આપે. (૨૦) ગુરુભગવંત બોલાવે ત્યારે કોર વાન કહે. (૨૧) ગુરુભગવંત સાદ કરે ત્યારે પોતાના આસને બેઠાં-બેઠાં જવાબ આપવું.
national
ગુરુભગવંત પ્રત્યે ૩૩ આશાતના ત્યજવી જોઈએ
(૨૨) ગુરુભગવંત બોલાવે ત્યારે ‘શું કહો છો ?’ તું જ કર. ઈત્યાદિ તોછડાઈ પૂર્વક વચન કહે. (૨૩) ગુરુભગવંત બોલાવે અથવા વાર્તાલાપ કરતા હોય ત્યારે સામો જવાબ આપે અર્થાત્ તર્જના કરે. (૨૪) વ્યાખ્યાનશ્રવણ કરતી વખતે સારા મનવાળો ન થાય. (૨૫) ગુરુભગવંત કે વડીલ
સાધુભગવંત કોઈ કામ ચીંધે તો. વિનયરહિત ભાષણ કરે. (૨૬) ‘એ અર્થ તમને યાદ આવતો નથી. એ કથા હું તમને સારી રીતે સમજાવીશ' એમ કહી ગુરુભગવંત અન્યોને સમજાવતાં હોય ત્યારે ાનો છેદ કરે. (૨૭) ‘ગોયરી વેળા થઈ છે...' એમ કહીને ગુરુભગવંત પાસે બેઠેલ પર્ષદા (સભા)નો ભંગ કરે, (૨૮) ગુરુભગવંત ના વ્યાખ્યા પછી પદા (સભા) ઉઠી ને હોય ત્યારે ગુરુઆજ્ઞા વગર પોતાની વિશેષ હોશિયારીબતાવવા ગુરુભગવંતના વિષયને વિશેષ વિસ્તારીને સમજાવે. (૨૯) અથવા ચાલતી સભામાં શ્રોતાજન ને આવર્જીત કરવાં ‘હું તમને પછી ખુબ સારી રીતે ગળે ઉત્તરી જાય, તેમ સમજાવીશ.' તેમ કહે, (૩૦) ગુરુભગવંત ના સંથારાઆસન-કપડા આદિને પગ લગાડે. ( ૩૧) ગુરુભગવંત ના વસ્ત્રાદિને ગુરુ આજ્ઞા વગર ઉપયોગ કરે (બેર્સ-ઉભા રહેઆળોટે કે અજુગતું વર્તન કરે). (૩૨) ગુરુભગવંત કરતા ઉંચા આસને બેસે અને (૩૩) ગુરુભગવંત જેવા વસ્ત્રાદિનો ઉપયોગ કરે અથવા ગુરુભગવંતના વસ્ત્રાદિ જેટલા કિંમતી અથવા તેથી વિશેષમાં મોંઘા વસ્ત્રાદિનો ઉપયોગ કરે.
ઉપરોક્ત પૂ. ગુરુભગવત પ્રત્યેની ૩૩ આશાતના નો ત્યાગ કરી યથાયોગ્ય વિનય-બહુમાન-આદર ભાવ રાખીને
જ વર્તવા ખાસ ઉપયોગ રાખવો જોઈએ.
For Private & Personal Use Only
૧૬૩ www.jainullbrary.org