________________
વર્ષો થી મનમાં રમતી હતી.
તે દિવસો દરમ્યાન શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પરેશભાઈ પણ આવું જ કોઈ પુસ્તક પ્રકાશિત કરવાની ભાવના સાથે ચાતુર્માસ દરમ્યાન જામનગર આવેલ. તેથી તે પુસ્તકમાં માર્ગદર્શન આપવા અને સંપાદન કરવા સહમતિ આપીને આ ભગીરથ કાર્યનો પ્રારંભ દેવ-ગુરુની કૃપાદૃષ્ટિથી કરેલ.
સત્યમાર્ગ-પ્રરૂપક, સુવિશુદ્ધ-ક્રિયામાર્ગદર્શક, અનંતોપકારી, પરમશાસનપ્રભાવક, પરમતારક-ગુરુદેવ, પરમારાધ્યપાદ, પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અનવરત વર્ષતિ દિવ્યકૃપાદૃષ્ટિથી તેમજ વાત્સલ્યસાગર, આજીવન ગુરુચરણોપાસક, સમર્પણમૂર્તિ, સમતાદાયક, કરુણાસિંધુ, પરમોપકારી, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અમાપ દિવ્યકૃપાદૅષ્ટિથી અસ્વસ્થ સ્વાસ્થ્યમાં પણ આ પુસ્તકનું સંપાદન કાર્ય કરવા સમર્થ બન્યો છું.
પ્રથમઆવૃત્તિ ગુજરાતી ભાષામાં આલેખન કરવામાં શુભારંભ, સરલ સ્વભાવી પૂજ્ય પંન્યાસજીશ્રી ભવ્યરત્નવિજયજી ગણિવરની શુભનિશ્રામાં જામનગરમાં થયેલ. તે પુસ્તક સમસ્તશ્રી જૈન સંઘને સમર્પણ કરવાનો (વિમોચન) વિશિષ્ટ કાર્યક્રમ અને દ્વિતીય ગુજરાતી આવૃત્તિ સાથે પ્રથમહિંદી આવૃત્તિનો શુભારંભ અને શાસ્ત્રીય વિશિષ્ટ માર્ગદર્શન આદિ નિઃસ્પૃહ ઉપકારવર્ષા કરનાર પરમશાસનપ્રભાવક, પ્રસિદ્ધપ્રવચનકાર,
સૂરિમંત્રપંચપ્રસ્થાન - સમારાધક, વિશુદ્ધ - ક્રિયા - ઉપાસક, શરણાગતહિતચિંતક, પરમોપકારી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની શીતલ છાયામાં પાલીતાણામાં પ્રારંભ કરેલ.
પરમશાસન પ્રભાવક, સુમધુર-દેશના-દક્ષ, પરમશ્રદ્ધેય, શરણાગતવત્સલ, કૃપાસાગર, સુવિશાલ-ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની સતત વરસતી કૃપાદૃષ્ટિ પણ આ સુકૃતનું અવિભાજ્ય અંગ છે.
પ્રસ્તુત પુસ્તકના સંપાદન દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપને પામનારો બનું અને જીવનના અંતિમક્ષણ સુધી ચિત્ત પ્રસન્નતા+સમાધિ સાધનારો બનું, એવી પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું.
વિ.સં. ૨૦૬૩, નિજ.જેઠ સુદ-૩ મુંબઈ-૬.
લિ.
પૂજ્યવાદ આચાર્ય શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણોપાસક મુનિ રમ્યદર્શનવિજ્ય
પ્રકાશકીય નિવેદન
જિનશાસનના સમસ્ત આરાધકોને ઉપયોગી બને અને શુદ્ધતાના આગ્રહ સાથે જિનાજ્ઞા અનુસારે સઘળા અનુષ્ઠાનો થાય, તેવા શુભ +શુદ્ધ આશય થી પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરવાનો નિર્ધાર કરેલ છે.
તેમાં ‘સૂરિરામચન્દ્ર’શિષ્યરત્ન પ્રવચનકાર, પૂજય મુનિરાજશ્રી રમ્યદર્શન વિજયજી મ.સા. પોતાની અસ્વસ્થ તબીયતમાં પણ પૂર્ણ માર્ગદર્શન આપી સંપાદન કાર્ય કરેલ છે, તેના અમો અગણિત આભારી છીએ. તેમજ અમારી સંસ્થાના મેનેજીંગટ્રસ્ટી શ્રાદ્ધવર્ય પંડિતશ્રી શ્રી પરેશભાઈ જશવંતલાલ શાહે (શિહોરીવાળા) પૂર્ણ ઉત્સાહપૂર્વક અનુપમ-મહેનત અને ધગશ પૂર્વક ખૂબ અલ્પ સમયમાં સંકલન-સંયોજન કરી પુસ્તક તૈયાર કરેલ છે, તે યાદ કરી આનંદ અનુભવીએ છીએ.તેની પ્રથમ આવૃત્તિ પૂર્ણ થતાં ટૂંક સમયમાં દ્વિતીયઆવૃત્તિનું કાર્યનિર્વિઘ્ને સમાપન થવા આવ્યું, તે અતિ પ્રશંસનીય છે.
આ મંગલ અવસરે પુસ્તક પ્રકાશનમાં સુકૃતના સહભાગી બનેલાં સર્વે શ્રુતજ્ઞાનોપાસક દાનવીરમહાનુભાવોનો પણ અમો કૃતકૃત્ય ભાવે આભાર માનીએ છીએ. પ્રાન્તે ! આ પુસ્તકના માધ્યમે સમસ્ત આરાધકો જિનાજ્ઞા અનુસાર આરાધના કરનારા બને એજ શુભકામના..
લી. સમ્યજ્ઞાતરમ્યપર્ષદા સંચાલિત મોક્ષપથ પ્રકાશતના સમસ્ત ટ્રસ્ટીગણ શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશભાઈ માનમલજી પુનમિયા, મુંબઈ | શ્રેષ્ઠિવર્ય શ્રી પ્રકાશભાઈ કચરાભાઈ શાહ, અમદાવાદ પંડિતવર્ય શ્રી ચન્દ્રકાંતભાઈ એસ. સંઘવી, પાટણ શ્રેષ્ઠિવર્ય શ્રી સંજયભાઈ ભરતભાઈ કોઠારી, અમદાવાદ પંડિતવર્ય શ્રી પરેશભાઈ જે. શાહ, અમદાવાદ
૧૧