________________
“લોગસ્સ’ પછી મુહપત્તિ પડિલેહણ અને બે વાંદણા લેવામાં આવે છે, તે ત્રીજું આવશ્યક ગણાય છે.’
(૪) પ્રતિક્રમણ : થયેલી ભૂલોથી પાછા હટવાની ક્રિયા. મૂળગુણોમાં કે ઉત્તરગુણોમાં થયેલી સ્ખલના(ભૂલ) ની આત્મસાક્ષીએ નિંદા કરવી, ગુરુભગવંત પાસે ગહ (નિંદા) કરવી અને ગુરુભગવંત પાસે આલોચન (કથન) કરવું, તે પ્રતિક્રમણ નામનું આવશ્યક કહેવાય છે. તે દ્વારા મૂળ અને ઉત્તર ગુણોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. “વાંદણા પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવિસઅં આલોઉં ?’ થી ‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર સુધી ચોથું આવશ્યક ગણાય છે.” (પક્ષી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણનો ચોથા આવશ્યકમાં સમાવેશ થાય છે.)
(૫) કાઉસ્સગ્ગ : સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી કાયાનો ત્યાગ. ભાવપ્રાણને દઝાડનાર રાગ-દ્વેષ રૂપી અગ્નિના શમન નિમિત્તે તેમજ દર્શન અને ચારિત્રની આરાધના નિમિત્તે કાઉસ્સગ્ગ કરવો જોઈએ. કાઉસ્સગ્ગ દ્વારા વીર્યાચારની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. “આયરિય ઉવજઝાએ' સૂત્ર પછી બે લોગસ્સ અને ૧-૧-લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવાનો હોયછે, તે પાંચમું આવશ્યક ગણાય છે.’’ (૬) પચ્ચક્ખાણ : મર્યાદા પૂર્વકની પ્રતિજ્ઞા. ત્યાગરૂપ ગુણને ખીલલવા અને સર્વ કાર્યની સિદ્ધિ માટે પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા)નું પીઠબળ હોવું જરૂરી છે. પચ્ચક્ખાણથી તપાચારની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. વીર્યાચારની પણ શુદ્ધિ થાય છે. સવારે નવકારશી આદિ અને સાંજે ચઉવિહાર આદિ પચ્ચક્ખાણ લેવાય છે, તે દ્વારા પાલન થાય છે. “કાઉસ્સગ્ગ પછી પચ્ચક્ખાણનું ગ્રહણ-સ્મરણ-ધારણા કરવામાં આવેછે.” તેછઠ્ઠું આવશ્યક ગણાય છે.
આમ છ આવશ્યકો દ્વારા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર- એ પાંચ આચોરોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે.
પ્રતિક્રમણ આવશ્યકના પર્યાયવાચી શબ્દો અને વિવરણ
(૧) પ્રતિક્રમણ - અપ્રશસ્ત યોગમાંથી પાછા હટવું તે. (૨) પ્રતિચરણા - સંયમની પરિચર્યા કરવી તે. (૩) પ્રતિહરણા ચારિત્રની રક્ષા માટે અસાવધાનીને છોડી દેવી તે (૪) વારણા - ઇન્દ્રિયોના વિષયથી મનને વારવું (રોકવું) તે. (૫) નિવૃત્તિ - ચારિત્રપાલનમાં લાગેલા અતિચારોથી નિવૃત્ત થવું તે. (૬) ગર્હા -
ચારિત્રપાલનમાં લાગેલા દોષોની ગુર્વાદિક પરસાક્ષીએ નિંદા કરવી તે. (૭) શુદ્ધિ - વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત વડે ચારિત્રના દોષોને દૂર(શુદ્ધ) કરવા તે. આ પ્રમાણે પ્રતિક્રમણ આવશ્યકના બીજા પણ પર્યાયીવાચી શબ્દો સંભવે છે. પરંતુ તે બધાનું તાત્પર્ય એ છે કે અપ્રશસ્ત ભાવમાંથી પાછા હઠીને પ્રશસ્તભાવમાં આવવું.
પ્રતિક્રમણ આવશ્યકથી થતા લાભો
પ્રશ્નઃ હે ભગવંત! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જવાબ ઃ હે ગૌતમ! પ્રતિક્રમણથી જીવને વ્રતમાં પડેલાં છિદ્રો પૂરાય છે, વ્રતનાં છિદ્રો પૂરાઈ જવાથી આશ્રવનો નિરોધ થવાથી ચારિત્રનિર્દોષ બને છે અને નિર્દોષ - ચારિત્રવાળો જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયોગ યુક્ત બનીને સંયમમાં અનન્યપણે સુપ્રણિધાન પૂર્વક વિચરે છે.(ઉત્તરાધ્યયનસૂત્ર-૨૯મું અઘ્યયન)
પ્રશ્ન ઃ પ્રતિક્રમણની ક્રિયા કેમ યોગસ્વરૂપ કહેવાય છે?
જવાબ : સાચો યોગ મોક્ષસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘યોગવિંશિકા’ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે मुक्खेण जोयणाओ जोगो सव्वो वि धम्मवावारो ।
ભાવાર્થ : જીવનનેપરમસુખસ્વરૂપ મોક્ષની સાથે જોડનારસંબંધ કરાવી આપનાર સર્વ સાધુભગવંતોનો ભિક્ષાટનાદિ અને ઉપચારથી શ્રાવકોનો પણ સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્માચરણ એ યોગ છે. બીજા શબ્દોમાં વિચારીએ તો મોક્ષમાં કારણભૂત આત્માનો સઘળો વ્યાપાર, એ જ ખરેખર યોગ કહેવાય છે. અથવા ધર્મવ્યાપારત્વમેવ યોત્વમ્ = ધર્મવ્યાપારપણું એ જ યોગનું ખરેખરું યોગનું લક્ષણ છે. એ લક્ષણથી યુક્ત પ્રતિક્રમણની ક્રિયા એ સાચી યોગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણા કે સમાધિની ક્રિયાએ મોક્ષસાધક યોગ સ્વરૂપ બને, એવો નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયોગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે. તો પણ તેમાં દોષો અને ભયસ્થાનો રહેલા છે, તે પણ સાથે જ બતાવ્યા છે.
જૈન સિદ્ધાંત કહે છે કે કોઈ પણ આસનને તથા કોઈ પણ (બેઠી-ઉભી-સૂતી) અવસ્થાએ મુનિઓ કેવલજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કોઈ પણ એક ચોક્કસ નિયમ નથી. નિયમ એક માત્રપરિણામની વિશુદ્ધિનો છે. પરિણામની વિશુદ્ધિ જે રીતે થાય, તે રીતે વર્તવું, એ કર્મક્ષય કે મોક્ષલાભનું અસાધારણ કારણ (=ઉપાય) છે અને તે જ વાસ્તવિક યોગ છે. પ્રતિક્રમણની ક્રિયા એ પરિણામની શુદ્ધિ માટે અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારનો યોગ જ છે. આ આલંબનને લઈને આપણે સહુ શીઘ્ર નિરાલંબી બનીએ એજ એક અંતરની ભાવના સહ
Forate & Persorial Lee gilv
૯
www.jalnelibrary