________________
આવશ્યક ત્યિા સાધના આવશ્યક પ્રિયા સાધના
અનંતોપકારી શ્રી જિનશ્વરદેવ પ્રણીત દ્વાદશાંગીનો દરેક અક્ષર પ્રભાવવંતો અને પવિત્ર છે. પાઠસિદ્ધ મંત્રનો માત્ર ઉચ્ચાર, તેના અર્થના જ્ઞાન વિના પણ જેમ સાધકને સિદ્ધિ આપે છે, તેમ આ દ્વાદશાંગીના અક્ષરે અક્ષરમાં, પાપને પખાળી, આત્માને પવિત્ર બનાવવાની શક્તિ ભરેલી છે. દ્વાદ્શાંગીના આવા મહિમાવંત પદોનો અર્થ પણ જો સાચી રીતે સમજાઈ જાય તો આ તારક દ્વાદશાંગીનો અભ્યાસ, અનુષ્ઠાનોને આશયશુદ્ધ અને વિધિશુદ્ધ બનાવવામાં ખૂબ ખૂબ સહાયક બની જાય. અવશ્યકરણીય હોવાથી આવશ્યક તરીકે ઓળખાતી પ્રતિક્રમણ - ક્રિયાના સૂત્રોનું અર્થ સાથે અધ્યયન કરવામાં આવે તો તે પ્રતિક્રમણ અને અન્ય પણ ધર્મક્રિયાઓ, કર્મનિર્જરાનું અપૂર્વ-અદ્ભુત મહાસાધન બની જાય.
પરમાત્મા શ્રી મહાવીરદેવે પોતાની કેવલી અવસ્થામાં જે ધર્મદેશના અર્થથી આપી, તેને ગણધરભગવંતાદિ- એ સૂત્ર સ્વરૂપે ગુંથી, તે આગમસૂત્રો તરીકે પ્રસિદ્ધ છે. આપણને પ્રાપ્ત થયેલાં આવશ્યક સૂત્રો પણ આગમ કહેવાય છે. તે ગણધરભગવંત રચિત છે. પરમાત્મા સાથે સાક્ષાત્ સંબંધ કરાવનારાં આ સૂત્રો મંત્રાક્ષરરૂપ છે. તેમાં તત્ત્વજ્ઞાનનો મહાસાગર ઘૂંઘવાટ કરી રહ્યો છે. તેના અર્થ વિશિષ્ટ છે. તેની પાછળ અજબગજબના રહસ્યો છૂપાયેલાં છે. છ આવશ્યકોની મહત્તા
આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. વિશ્વકલ્યાણકર જગદ્ગુરુ તારક તીર્થંકર ભગવંતો ગણધર-ભગવંતોને પ્રશ્નના જવાબમાં ત્રિપદી આપે છે. (૧) ઉપ્પન્ગેઈ વા = જગતના પદાર્થો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે, (૨) વિગમેઈ વા = જગતના પદાર્થો નાશ થવાના સ્વભાવાળા છે અને (૩) ધુવેઈ વા = જગતના પદાર્થો સ્થિર રહેવાના સ્વભાવવાળા છે. આ ત્રિપદી સાંભળીને ગણધરભગવંતોને દ્વાદશાંગીનો (બાર અંગો = જેમાં ચૌદ પૂર્વ પણ આવી જાય) પ્રદ્યોત (ક્ષયોપશમ) થાય છે. આ દ્વાદશાંગી જ્ઞાનાત્મક (જ્ઞાન સ્વરૂપ) છે, પરંતુ તેનો સાર ક્રિયાત્મક (ક્રિયા સ્વરૂપ) છ આવશ્યકો છે.
ચતુર્વિધ શ્રી સંઘ સ્વરૂપ સાધુ-સાધ્વી અને શ્રાવકશ્રાવિકાઓએ આ ક્રિયાત્મક છ આવશ્યકો અવશ્ય કરવા જોઈએ. કદાચ વિશિષ્ટ તપ, લાખો રૂપીયાના દાન ઈત્યાદિ ન થાય તો ચાલી શકે. પરન્તુ સામાયિક આદિ છ આવશ્યકો તો ફરજીયાત કરવાનાં હોય છે. માટે જ સામાયિક આદિ છ ને આવશ્યક કહેવામાં આવ્યાં છે. દિવસ અને રાત્રિના અંતભાગે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વડે
"
Lication International
જે અવશ્ય કરવા યોગ્ય છે, તે (સામાયિક આદિ છ) આવશ્યક કહેવાય છે. ટુંકમાં - છ આવશ્યકો ચતુર્વિધ શ્રી સંઘની પ્રત્યેક વ્યક્તિએ અવશ્ય કરવાનાં હોય છે. ‘મન્નહ જિણાણું’ની સજ્ઝાયમાં (‘છવ્વિહ આવસ્સયમ્મિ ઉજ્જુત્તો હોઈ પઈ દિવસ') શ્રાવકનાં છત્રીસ (૩૬) કર્તવ્યો બતાવ્યાં છે. તેમ છ-આવશ્યકને પણ એક કર્તવ્યરૂપે બતાવવામાં આવ્યા છે.
આવશ્યક શબ્દના - સાર્થક નામ
આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશોધિ, ષટ્ અધ્યયન, વર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ, આ દેશ પર્યાયવાચી શબ્દો શ્રી વિશેષાવશ્યક ભાષ્ય નામના જૈનાગમસૂત્રમાં બતાવવામાં આવ્યા છે.
છ આવશ્યકનાં નામ-અર્થ અને વિવરણ (૧) સામાયિક : સાવધ યોગની વિરતિ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવતોએ તો જીવનભરનું સામાયિક સ્વીકારેલું હોય છે. શ્રાવક-શ્રાવિકાઓએ પણ શક્ય તેટલા વધુ સામાયિક કરવા જોઈએ. સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક દ્વારા ચારિત્ર ગુણની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. સામાયિકની પ્રતિજ્ઞા ‘કરેમિ ભંતે ’ સૂત્ર દ્વારા કરવામાં આવે છે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ?’’ આ સૂત્રથી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે. તે પછી ‘કરેમિભંતે !’ થી ‘નાણમ્મિ’ ની આઠ ગાથાના કાઉસ્સગ્ગ સુધી પહેલું આવશ્યક ગણાય છે. (૨) ચઉલ્વિસત્યો : ચતુર્વિશતિસ્તવ ચોવિશ તીર્થંકરનું નામગ્રહણ પૂર્વકનું કીર્તન. દ્વાદશાંગી અને છ આવશ્યકના મૂળમાં તો તીર્થંકર પરમાત્માનો જ ઉપકાર છે. તેઓને ક્યારેય પણ ભૂલી શકાય નહિ. ‘લોગસ્સ સૂત્ર’ દ્વારા ૨૪ તીર્થંકરોની સ્તવના થાય છે. તે દ્વારા દર્શનગુણની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. ‘નાણમ્મિ’ની આઠ ગાથાના કાઉસ્સગ્ગ પછી લોગસ્સસૂત્ર બોલવાનું હોય છે, તે ‘લોગસ્સ’ એ બીજું આવશ્યક ગણાય છે.
(૩) વંદન : સદ્ગુરુને વંદન. જ્ઞાન ચારિત્ર અને તપમાં વીર્ય (ઉત્સાહ-પરાક્રમ) ફોરવતાં સદ્ગુરુભગવંતને રોજ વંદન કરવું જોઈએ, તીર્થંકરોની વાણી આપણને સદ્ગુરુભગવંતો પાસેથી પ્રાપ્ત થાય છે. તેથી તેઓનો પણ વિનય કરવો જોઈએ. તે દ્વારા જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે.
For Private & Personal Use Only