SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જીગલુંછણાં ક્રતી વેળાએ રાખવા યોગ્ય કાળજી પ્રભુજીના પરિકરને પબાસનને પાટલુંછણાથી નીચે જમીનને જમીન લુંછણાથી લૂંછવું અંગભૂંછણાંને સુવાસિત કરવા પહેલું અંગભૂંછણું આમ કરાય. ન્હવણ જલને પ્રભુપૂજામાં ઉપયોગી બાગ બગીચામાં ન પરઠવાય. ન્હવણજલના સંયોગથી ઉત્પન્ન થયેલ ફુલ-ડમરો આદિ ‘નિર્માલ્ય દેવદ્રવ્ય’ કહેવાય. તેનો ફરીવાર ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય વળતર દેવદ્રવ્યમાં ભરવું. ન્ડવણજલ પરઠવવા માટે ૮ ફુટ ઊંડી અને ૩-૪ ફુટ લંબચોરસ કુંડી ઢાંકણ સાથે બનાવવી. પંચામૃત કે દૂધનો અભિષેક ગભારામાં કે પ્રભુજીની નજીક થાય ત્યારે દૂર રહેલા ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડર્વત બોલે) મેરૂશિખર ન્હવરાવે હો સુરપતિ !, મેરું શિખર ન્હવરાવે... જન્મકાળ જિનવરજી કો જાણી, પંચ રૂપ કરી આવે.. હો સુરપતિ !... રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે.. હો સુરપતિ !... ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણગાવે.. હો સુરપતિ... એણિ પરે જિના પડિમા કો ન્હવણ કરી, બોધિ-બીજ માનુ વાવે.. હો સુરપતિ !... અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, - જિન-ઉત્તમપદ પાવે.. હો સુરપતિ... (પક્ષાલ કરનાર પોતે જ સુરપતિ બનીને જન્માભિષેક કરતો હોય, ત્યારે પોતે પોતાના માટે સુરપતિ આવ્યા, તેમ ન કહેતાં પોતાના કર્મમળ દૂર થઈ રહ્યા છે, તેમ ભાવે. અન્યો ‘સુરપતિ' કહી સંબોધી શકે. નિર્મળ જળથી અભિષેક કરનાર ભાગ્યશાળી મનમાં ભાવે અને યોગ્ય આંતરે ઉભા રહેલા ભાગ્યશાળી બોલે કે .... (પુરૂષો નમોડહં બોલે) “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર | શ્રી જિનવરને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ||૧|| જલપૂજા જૂગતે કરો, મેલ અનાદિ વિનાશT જલ પૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ /શા” “ૐ હ્રીં પરમપુરુષાય પરમેશ્વરાયા જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અંગભૂંછણાં દશાંગ આદિ સુગંધિત ધૂપ થી ધૂપવાં અને સાથે પોતાના બન્ને હાથ પણ ધૂપવાં. પ્રભુજીનો સાક્ષાત અત્યારે જ જન્મ થયો છે, તેવા ભાવ સાથે ખૂબ જ કોમળતાથી અંગભૂંછણાં કરવા. પહેલું અંગભૂંછણું સહેજ જાડું, બીજાં તેથી થોડું પાતળું (પાકી મલમલનું) અને ત્રીજાં સહુથી બારીક (કાચી- મલમલનું) રાખવું. અંગભૂંછણાં શુદ્ધ સુતરાઉ, મુલાયમ, સ્વચ્છ, ડાઘા વગર-કાણાં વગરનાં રાખવાં. અંગભૂંછણાં કરતી વખતે પોતાના હાથને વસ્ત્રશરીર-મુખકોશ-નખ આદિ કોઈનો પણ સ્પર્શ ન કરાય, થાય તો હાથ પાણીથી સ્વચ્છ કરવા. ખૂબજ કાળજી રાખવા છતાં અંગલુછણાં પોતાના શરીર-વસ્ત્ર-પબાસન-ભૂમિકલને સ્પર્શી જાય, તો તે અંગભૂંછણાંનો ઉપયોગ પ્રભુજી માટે ક્યારેય ન કરવો. અંગભૂંછણાં નો સ્પર્શ પાટલૂંછણાં-જમીનલૂંછણાં. સાથે થઈ જાય તો તે અંગભૂંછણાનો ઉપયોગ ન જ કરાય. તે જ પ્રમાણે પબાસન કોરું કરવામાં ઉપયોગી પાટલૂંછણાંનો સ્પર્શ ભોયતળીયે લૂછવામાં ઉપયોગી ભૂમિભૂંછણાં સાથે થઈ જાય, તો તેનો પાટલૂંછણાં તરીકે ઉપયોગ ન કરાય. અંગભૂંછણાંમાં પહેલો કરતી વખતે પ્રભુજી પર રહેલ વિશેષ પાણીને ઉપર-ઉપરથી કોરું કરવું અને બીજું કરતી વખતે સંપૂર્ણ શરીર ને કોરું કર્યા પછી અંગ-ઉપાંગ- પાછળ – હથેળી નીચે - ખભા નીચે આદિ જગ્યાએ ખાસ અંગભૂંછણાંની જ લટ બનાવીને આર-પાર કાઢીને વિવેક પૂર્વક કોરું કરવું. તે લટથી કોરું થવું શક્ય ન હોય, ત્યારે જ સુયોગ્ય-સ્વચ્છ-ધૂપાવેલી સોના-ચાંદી-તાંબાપીતળ કે સુખડની કૂંચી (શળી) થી હળવાશ સાથે કોરું કરવું. ત્રીજુ કરતી વખતે સંપૂર્ણ કોરા થયેલ પ્રભુજીનો હળવાશ થી સર્વાગે સ્પર્શ કરીને વિશેષ કોરું કરવું. અષ્ટ પ્રાતિહાર્ય સહિત પરમાત્માને અંગભૂંછણાં કરતી વખતે પ્રભુજી ને કર્યા પછી અષ્ટ પ્રાતિહાર્ય આદિ પરિકર (દેવ-દેવી-ચક્ષ યક્ષિણી-પ્રાસાદદેવી આદિ) ને પણ કરી શકાય. બીજા અંગભૂંછણાંમાં અંગ-ઉપાંગને કરાય સળીના સહારે અંગભૂંછણાંનો ઉપયોગ ત્રીજા અંગભૂંછણામાં આમ કરાય Fer Private & Pe u ge www.ainelibrary.om
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy