________________
·
•
પ્રભુજી પરની નિર્માલ્યા ઉતારવાની અને પક્ષાલા કરવાની વિધિ
સ્વચ્છ થાળ પ્રભુજી આગળ રાખીને ખૂબ કોમળતા પૂર્વક ધીરતા રાખીને જીવ-જંતુની જયણા પૂર્વક ફૂલ આદિ નિર્માલ્ય ઉતારવાં.
• પબાસનમાં એકત્રિત થયેલ નિર્માલ્યને પ્રભુજીના સ્પર્શ વગર પૂંજણીથી એકત્રિત કરવું.
વાસી ચંદન-કેશર ને કાઢવા અને સોના-ચાંદીના વરખ - બાદલાને કાઢવા પાણી વાટકામાં લેવું.
તેમાં હથેળીને પાણીથી ભીની કરી ધીમેથી કેશર આદિ ઉતારીને વાટકામાં સંગ્રહ કરો.
વાસી ફૂલવાળી થાળીને સુયોગ્ય સ્થાને મૂકીને ખોખુમુગટ-કુંડલ આદિ એક પછી એક ઉતારવાં. ખોખા-મુંગટ-કુંડલ-પાંખડા આદિ જમીન ઉપર ન મુક્તાં સુયોગ્ય પિત્તળના થાળમાં બહુમાન પૂર્વક મૂકવા. સુકોમળ મોરપીંછથી પ્રભુજીના અંગોમાં શેષ બાકી રહેલા નિર્માલ્યને ખૂબ ધીરતા પૂર્વક ઉતારવું.
•
મોરપિંછથી વાસી શુદ્ધ આમ કરાય પૂંજણીથી ફક્ત પબાસણ
• સ્વચ્છ સુતરાઉ એક ગલુછણાંને સ્વચ્છ પાણીના વાટકામાં પાળાડીને તે વસ્ત્રથી શેષ રહેલ ચંદન દૂર કરવું. પછી પક્ષાલ કરી નિર્માલ્ય કાઢવું.
છતાં પ્રભુજીના અંગ-ઉપાંગમાં કેશર આદિ રહી જાય તો ખૂબ કોમળતાથી વાળાકુંચીનો ઉપયોગ કરવો.
અષ્ટપડ મુખોશ બાંધી બન્ને હાથમાં કળશ પકડીને પ્રભુજીના મસ્તકથી પંચામૃત-દુધ આદિનો પક્ષાલ કરવો. પક્ષાલ કરતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું અને પોતાનો દેહ (આત્મા) નિર્મળ થઈ રહ્યો છે, તેવી ભાવના ભાવવી.
dain Education International
વાસી કેશરને આમ દૂર કરાય. પક્ષાલ ‘પંચામૃત' આદિનું મસ્તકે થી કરાય
પક્ષાપ પછી શુદ્ધીકરણ
•
•
૨૭ ડંકા આમ વગાડાય
પક્ષાલ વખતે શક્ય હોય તો રંગમંડપમાં રહેલ ભાવિકો ઘંટનાદ - શંખનાદ-નગારા આદિ વાજીંત્રો લયમાં વગાડે,
પંચામૃત કે દૂધનો અભિષેક ચાલતો હોય ત્યારે પાણીનો ન કરવો. તે જ મુજબ પાણીના અભિષેક વખતે જાણવું.
અભિષેક કરતી વખતે પોતાના વસ્ત્ર કે શરીરનો કોઈ પણ ભાગ કે કળશ, નખ આદિ કર્કશ વસ્તુ પ્રભુજીને ન સ્પર્શે, તેની કાળજી રાખવી.
For Private & Personal Use Only
પક્ષાલ માટે અન્ય ભાવિકોને જોર-જોરથી બૂમ પાડી બોલાવવા, તે પ્રભુજીની આશાતના કહેવાય.
પ્રભુજીની સુંદર આંગી રચાયેલ હોય અને તેથી વિશેષ સારી આંગી કરવાની પોતાની ક્ષમતા હોય તો સવારે પક્ષાલ કરેલ પ્રભુજીને બહુમાન ભાવપૂર્વક પધરાવીને ફરીવાર પક્ષાલ કરી શકાય. નહિતર ન કરાય.
પક્ષાલ થઈ ગયેલ હોય અથવા અંગલૂછમાં ચાલતા હોય કે થઈ ગયેલા હોય અથવા કેશર પૂજા આદિ પણ ચાલું થઈ ગયેલ હોય અથવા પોતે ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતા હોય ત્યારે ભગવાનને
અંગૂઠે પણ પક્ષાલ ન જ કરાય.
વૃષભાકાર કળશથી પ્રભુજીનો પક્ષાલ કરી શકાય.
પક્ષાલ કરતી વખતે પબાસણમાં એકત્રિત થયેલ ‘નમણ'ને સ્પર્શ પણ ન કરાય.
કે
પક્ષાલ કે પૂજા કરતાં મુખોશ કે વસ્ત્ર કે શરીરના કોઈ કે પણ ભાગને સ્પર્શ ન જ કરાય.
કળશ નીચે ન પડવો જોઈએ, પડી જાય તો ઉપયોગ ન થાય. ન્હવણ જલ ઉપર પગ ન આવે, તેમ કરવું.
૧૨૧