SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચપ્રારનો અભિગમ (વિનય) ૧. સચિત્ત ત્યાંગ : પ્રભુભક્તિમાં ઉપયોગમાં ન આવે, તેવી ખાવા-પીવા આદિ સચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૨. અચિત્ત અત્યાગ : નિર્જીવવસ્ત્ર-અલંકાર આદિ અને પ્રભુ ભક્તિમાં ઉપયોગી વસ્તુઓનો ત્યાગ ન કરવો. ૩. ઉત્તરાસના : બન્ને છેડા સહિતનું એક પડવાળો સુયોગ્ય-સ્વચ્છ ખેસ ધારણ કરવો. ૪. અંજલિ : પ્રભુજીના મુખના દર્શન થતાં બે હાથ મસ્તકે જોડીને અંજલિ કરવી. ૫. એકાગ્રતા : મનની એકાગ્રતા જાળવવી (મન એકાગ્ર હોય ત્યારે વચન-કાયા એકાગ્ર થઈ જ જાય). દશ-વિક= (દશ પ્રારે ત્રણ-ત્રણ વસ્તુઓનું પાલન) નિસીહિ ત્રિક : પહેલીનિસીહિ : દેરાસરનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ વખતે સંસાર ના ત્યાગસ્વરુપ, બીજી નિસીહિ : ગભારામાં પ્રવેશ કરતી વખતે જિનાલય સંબંધિત ચિંતાના ત્યાગસ્વરુપ. ત્રીજી નિસીહિ : ચૈત્યવંદન શરુ કરતાં પૂર્વે અંગ-અગ્રપૂજા સ્વરુપ દ્રવ્યપૂજાના. ત્યાગસ્વરુપ. પ્રદક્ષિણા ત્રિક: પ્રભુજીનાં દર્શન પૂજન કરતાં પહેલાં સંપૂર્ણ જિનાલયને / મૂળનાયકપ્રભુજીને | ત્રિગડામાં પધરાવેલા પ્રભુજીને સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ માટે ‘કાળ અનાદિ અનંત થી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી તે પ્રણામત્રિક: (૧) અંજલિ બદ્ધ પ્રણામ : જિનાલયના શિખરનાં દર્શન થતાં બન્ને હાથ જોડી કપાળે લગાડવા તે. (૨) અર્ધઅવનત પ્રણામ : ગભારાપાસે પહુચતાં બે હાથ જોડી કપાળે લગાડીને અડધા નમી જવું તે. (૩) પંચાંગ-પ્રણિપાત પ્રણામ. : ખમાસમણ આપતી વખતે પાંચેય અંગોને વિધિમુજબ નમાવવા તે. પૂજા ત્રિક: (૧) અંગ પૂજા : પ્રભુજીને સ્પર્શીને થતી પક્ષાલ-ચંદન-કેસર-પુષ્પ પૂજા તે. (૨) અગ્ર પૂજા : પ્રભુજીની આગળ રહીને થતી ધૂપ-દીપ-ચામર-દર્પણ-પંખો-અક્ષત નૈવેધ-ફળ-પૂજા. (૩) ભાવ પૂજા : પ્રભુજીની સ્તવના સ્વરુપ ચૈત્યવંદન કરવું તે. • નોંધ : અન્ય રીતિએ પણ પૂજા ત્રિક થાય છે. (૧) પાંચ પ્રકારી પૂજા : ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને અક્ષત પૂજા. (૨) અષ્ટ પ્રકારી પૂજા : ન્હવણ-ચંદન-પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ અને ફળ પૂજા. (૩) સર્વ પ્રકારી પૂજા : ઉત્તમદ્રવ્ય દ્વારા પ્રભુજીની વિશિષ્ટ ભક્તિ કરવી તે. અવસ્થા ત્રિક : (૧) પિંડસ્થ-અવસ્થા : પ્રભુજીને સમક્તિ પ્રાપ્તિ થી લઈને અંતિમભવે યુવરાજપદ સુધી અવસ્થાનું ભાવન કરવું. (૨) પદસ્થ-અવસ્થા : પ્રભુજીના અંતિમભવમાં રાજ્યાવરથાથી કેવલી અવસ્થાનું ભાવના કરવું. (૩) રુપાતિત અવસ્થા : પ્રભુજીને અષ્ટકર્મનાશ દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધાવસ્થાનું ભાવન કરવું. • નોંધ : પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા-ભાવ પૂજા કરતા અવસ્થાનું ભાવન કરવું. (૧) જન્મ-અવસ્થા : પક્ષાલ. (૨) રાજ્ય-અવસ્થા : ચંદન-પુષ્પ-અલંકાર-આંગી. શ્રમણ-અવસ્થા : કેશ રહિત મસ્તક-મુખ જોઈને ભાવવી અને આઠ પ્રાતિહાર્ય દ્વારા પ્રભુજીની કેવલી અવસ્થા ભાવવી અને પ્રભુજીને પર્યકાસને-કાઉસ્સગ્નમુદ્રામાં જોતાં સિદ્ધાવસ્થા-ભાવવી, ૧૧૫ walnelibrary.org ein Ed l
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy