________________
પૂછતાં શિષ્ય કહ્યું: “ગુરુ મારા તારણહાર છે. તેઓ જે કરશે તે બરાબર જ કરશે. મને પૂર્ણ વિશ્વાસ છે. શંકા કે અશ્રદ્ધાનું કોઈ કારણ નથી”
ગુરુને તેની યોગ્યતાથી આનંદ થયો. આનું નામ શરણાગતિ!
બિલાડી ને વાંદરી જેમ સ્વ-સંતાનને પોતાના જેવા બનાવે છે તેમ ભગવાન સમર્પિત ભક્તને સ્વતુલ્ય બનાવે છે.
આપણી ભક્તિ અને પ્રભુની શક્તિ ! આ બન્ને જોડાઈ જાય એટલે કામ થઇ જાય. तस्मिन् (परमात्मनि) परम-प्रेमरूपा भक्तिः - નારદીય ભક્તિસૂત્ર
પ્રભુના જ પરમ પ્રેમમાં મન તરબોળ થઈ જાય; એ જ સર્વસ્વ અને તરણ તારણ લાગે, એવો ભાવ તે ભક્તિ છે.
પુરુષાર્થ કે તેની સફળતાનું અભિમાન, ભક્તિ જ ગાળી શકે તેમ છે. નહિ તો સફળતાનું અભિમાન આપણને મારી નાખશે. કેટલાય સાધકોની સાધના અભિમાનથી રોળાઈ ગઈ.
“સ્વપુરુષાર્થથી હું આગળ પહોંચી જઈશ, એમ માનીને હવે આપ મારી ઉપેક્ષા કરશો નહિ. આટલી ભૂમિકા સુધી આપની કૃપાથી જ પહોંચ્યો છું. હવે ઉપેક્ષા કરો તો કેમ ચાલે? આ કોના ઉદ્ગારો છે? (કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના)
દંના મોટા પહાડને તોડવા ભક્તિસિવાય બીજું કોઈ સાધન નથી. ભક્તિના વજથી અહંતાનો ડુંગર ચૂર-ચૂર થઈ જાય છે. માટે જ પ્રથમ સોહં બનીને નહિ, પણ દાસોહં બનીને સાધના કરવાની છે. (૨૨) - ‘સેવ્યો : સલા વિવિશ”
આપણી સાધનામાં વિક્ષેપ ન પડે એવું સ્થાન પસંદ કરવું - એકાન્તસ્થાની
ઘણી ભીડથી સાધનામાં વિક્ષેપ પડે છે. તમે અહીંઘણી સંખ્યામાં રોજ આવો છો તે સારી વાત છે. કેટલીયે વાર આવો, હું એનો જ છું. એ જ વાસક્ષેપ છે. માટે તમે ઘણા બધા વારંવાર આવો તો સારું!
પરિપક્વ માટે એકાન્તસ્થાન બરાબર છે, અપક્વ માટે નહિ તેના માટે પ્રમાદનું કારણ બને (૨૨) - “સ્થતિર્થં સભ્યત્વે’ : “સમ્યકત્વમાં સ્થિર રહેવું.”
.... કહે કલાપૂર્ણસૂરિ
૮૬ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org