________________
ગુરુના ગુણોમાં દીક્ષાર્થીના ૧૬ ગુણો આવી ગયા. કારણકે એ રીતે વિધિપૂર્વક દીક્ષા લીધી હોય તે જ સદ્ગુરુ બની શકે.
દીક્ષાર્થીમાં પૂરેપૂરા ૧૬ ગુણોની અપેક્ષા રાખો તો કદાચ આ કાળમાં એક પણ શિષ્ય ન મળે. ન મળે તો શું થયું ? આપણો મોક્ષ અટકશે ન િકુ. ‘મન મિલા તો ચેલા, નહિ તો ભલા અકેલા.’
૨-૪ ગુણો ન હોય, પણ સમર્પિત હોય તો ચલાવી શકાય. ગંભીર દોષો ન હોવા જોઈએ.
માનવ, આર્યદેશ, જાતિ, કુળ માત્રથી જ ન ચાલે. વિનય, સમર્પણશીલતા વગેરે ગુણ ખાસ જોવા જોઈએ.
ગુણવાન હોય તો જ એ ગુણપ્રકર્ષ સાધી શકશે. બીજરૂપે જ ન હોય તો અંકુર – વૃક્ષ શી રીતે થશે ?
વિનય સાથે દિક્ષાર્થી ભવિરક્ત છે કે નહિ ? તે ખાસ જોવું. સંસાર એટલે વિષય – કષાય. તેનાથી જે નફરત કરતો હોય તે ભવવિરક્ત કહેવાય. વિષય – કષાયને સંસારનું મૂળ માને. તેને ટાળવા દીક્ષા લેવા ઈચ્છે તે યોગ્ય ગણાય. વૈરાગ્યથી આ ગુણો જણાય.
મોહનું વૃક્ષ ભયંકર છે. અનાદિ ભવ-વાસનારૂપી વૃક્ષનું મૂળ વિષય-કષાય છે. એનું ઉન્મૂલન દુષ્કર છે. આસક્તિ – ઈચ્છા – સ્પૃહાનું ઉન્મૂલન સહેલું નથી. અપ્રમત્ત જીવનથી જ એ શક્ય બને. દીક્ષા લેવી એટલે પાંચ મહાવ્રતો અપ્રમત્તપણે પાળવા. પાંચ અવ્રતો ચાર કષાયોનું ફળ છે. અથવા અવ્રતોથી કષાયો વધે છે, એમ પણ કહી શકાય.
પ્રથમ વ્રતઃ અહિંસાઃ
એક મુસ્લીમ વૈદ્ય હમણાં આવ્યો. તે ધર્મ બે કહે ઃ સંસ્કૃતમાં ‘કુ’ એટલે પૃથ્વી. ‘રાન’ એટલે ઘોષણા. પૃથ્વી પરની ઘોષણારૂપ આ કુરાનમાં ક્યાંય હિંસાની વાત જ નથી. કેટલાક મુસ્લીમ એવા હોય છે જે હિંસા નથી કરતા, માંસાહાર નથી કરતા. જામનગરમાં એક વૃદ્ધ માસ્તર આવતા. એના કપડા પર માંકડ દેખાયો. એણે
૬૪ ... Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org