________________
ક્શન, ૨૪-૭-૯૯, અબા. સુ. ૧૧
* ભગવાને ધર્મ બે પ્રકારે બતાવ્યો છે. શ્રાવક અને સાધુ ધર્મ. જો તેને મુક્તિનું કારણ બનાવવું હોય, ગુણ-વૃદ્ધિ, દોષ-હાનિ કરવી હોય તો તેનું વિધિપૂર્વક પાલન થવું જોઈએ. કર્મ-ક્ષય એટલેદોષ ક્ષય અને ગુણ-પ્રાપ્તિ. બન્ને પ્રકારના ધર્મો કર્મક્ષય માટે છે.
માટીમાંથી ઘડો બને. તેમ યોગ્ય જીવમાં ઉપાદાનરૂપે રહેલા ગુણો પ્રગટ થાય. પહેલા ક્ષાયોપથમિક ભાવના, પછી ક્ષાયિક ગુણો મળે. સીધા જ ક્ષાયિક નહિ. કર્મના આવરણ ટળે તેમ ગુણો મળે, દોષો ટળે.
ગાઢ મિથ્યાત્વી જીવો આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવા તૈયાર નથી થતા. ૯ પૂર્વી પણ મિથ્યાત્વી હોઈ શકે. “હું આત્મા છું.” એવી અનુભૂતિ તેને (અભવ્યને) ન થાય, માત્ર આત્માની જાણકારી તેને મળી શકે. આત્મતત્ત્વની પ્રતીતિ- શ્રદ્ધા અનુભૂતિ સર્વ પર પડદો પાડનાર મોહનીય છે.
અંધારું મુંઝવણ પેદા કરનારું હોય છે. ચોરને શાહુકાર અંધારામાં જણાતા નથી. અવિદ્યા - અજ્ઞાનનું અંધારું પેદા કરનાર મોહનીય છે.
* ‘ઉત્તમ ગુરુજેવા જ ઉત્તમ શિષ્યતૈયાર થાય એના માટે અહીં બધી વાતો કહી છે.
આ બધા ગુણો જાતમાં ઉતારવાના છે. સાંભળીને બેસી રહેવાનું નથી.
કહે કલાપૂર્ણસૂરિ ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org