SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું (સમ્યક્ત્વનું – મોક્ષનું) બીજ એમનામાં પડી ગયું, માનજો. કેટલાકને એકવારના દર્શન – મિલન - શ્રવણથી હંમેશ માટે આવવાનું મન – – થાય. સં. ૨૦૨ ૬માં નવસારી – મધુમતી ચાતુર્માસ હતું. પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રા હતી. એક સેલટેક્ષ ઓફીસરે રોજ ચાલતા યોગદૃષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાન સાંભળ્યા. ગમ્યા. પછી તો એ રોજ અચૂક આવે જ. ૯ થી ૧૦।। વ્યાખ્યાન સાંભળવા માટે જ ખાસ ટિફીન ઓફિસમાં મંગાવતો. ગીતા વગેરેની જ જાણે અહીં વાત સાંભળવા મળે છે– એમ એને લાગ્યું. ચાતુર્માસ પરિવર્તન અને ત્યાં ર્યું. દીકરાઓને બહારથી બોલાવ્યા. જંબુસરના K. D.પરમાર પણ આ જ રીતે પામેલા છે. પં. પૂ. મુક્તિ વિ. મ. ના સમાગમથી ધર્મ પામેલા છે. તેઓ બહુ જ ગુણાનુરાગી છે. એક વખત પૂ. મુક્તિ વિ.એ એમને ૨૦૫૫માં મારી પાસે પોતે લઈ આવેલા. તેમનામાં ભક્તિયોગ હતો જ. સ્તવનાદિ ગમ્યા. આજે તો દટશ્રદ્ધાળુ છે. જૈનધર્મી પણ ન બોલી શકે તેવું સરસ બોલી શકે છે. અમે જ્યારે જંબૂસરમાં ગયેલા તે વખતે તેમણે પોતે જ બધો લાભ લીધેલો. ઉત્તમ શિષ્યોના શિષ્યો પણ પ્રાયઃ ઉત્તમ પાકે. એ પરંપરા ચલાવવામાં ગુરુ નિમિત્ત બને છે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૫૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy