________________
અધ્યાત્મ ગીતા.
‘‘વ્યવહારથી જીવ ભલે બંધાયેલો છે, પણ નિશ્ચયથી એ અલિપ્ત છે. કારણકે બધા જ દ્રવ્યો પરસ્પર અપ્રવેશી છે. અનાદિકાળથી જીવ અને પુદ્ગલ સાથે હોય, છતાં જીવ પુદ્ગલ નથી બનતો અને પુદ્ગલ જીવ નથી બનતો.’’ આવી વાતો જાણતો હોવાથી અલિપ્ત મોહનો પરાજય કરે છે. મોહને જીતવાના આ તીક્ષ્ણ શસ્ત્રો છે.
ગુરુવાર, કા. સુદ. ૧૦, ૧૮-૧૧-૯૯.
સાધક
* જ્ઞાનસાર વ્યવહાર અને નિશ્ચય બન્નેના સંતુલનવાળો અદ્ભુત ગ્રન્થ છે. માટે ખૂબ જ ઉપયોગી છે. માટે જ પૂ. દેવચન્દ્રજીએ યશોવિજયજીને ભગવાન કહીને તેના પર ‘જ્ઞાનમંજરી’ ટીકા લખી છે. જ્ઞાનસાર સર્વમાન્ય ગ્રંથ છે.
* જે પુદ્ગલો સ્વથી ભિન્ન છે, તેના પર પ્રેમ શો ? તેના પર આસક્તિ શી ? એમ અપ્રમત્ત મુનિ જાણે છે. જ્યારે આપણને પુદ્ગલો પર ગાઢ આસક્તિ છે, પુદ્ગલો પોતાના લાગે છે.
જ્યાં સુધી આપણા તરફથી સત્કાર અને સન્માન મળતા રહેશે ત્યાં સુધી પુદ્ગલો આત્મ - ઘરમાંથી નીકળવાનું નામ નહિ લે. ગુંદરીયા મહેમાનો ને રોજ મીઠાઈ આપ્યા કરો, પછી શાના જાય ?
અપ્રમત્ત મુનિ આ ગુંદરીયા મહેમાનને ઓળખી ગયા છે. તે, તેમને સત્કાર આપવાનું બંધ કરે છે.
સ્વદ્રવ્યાદિ ૪થી અસ્તિત્વ.
૪૮૪ ...
Jain Education International
For Private & Personal Use Only
.............
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org