________________
અધ્યાત્મ ગીતા
“ચેતન અસ્તિસ્વભાવમાં, જોહન ભાસે ભાવ, તેથી ભિન્ન અરોચક, રોચક આત્મ સ્વભાવ; સમકિત ભાવે ભાવે, આતમ શક્તિ અનંત, કર્મ - નાશન ચિંતન, નાણે તે મતિમંત...”ારજો. * જ્ઞાન-ધ્યાનમાં મસ્ત અપ્રમત્ત મુનિ મોહથી ન ડરે, કર્મથી ન ડરે કોઈ દુર્ભાવ પેદા કરવાની શક્તિ એ કર્મોમાં નથી હોતી. ઉર્દુ એ કર્મો મુનિથી ડરે ક્યારે અહીંથી ભાગી છુટીએ.
આ દશામાં વિભાવદશાથી અરૂચિ, આત્મ સ્વભાવની જ રુચિ હોય.
* આત્મપ્રદેશમાં કર્મ અને ગુણો બન્ને છે. એક અસ્તિ સ્વભાવથી, બીજા નાસ્તિ સ્વભાવથી છે. કર્મ સંયોગ સંબંધથી વસ્ત્રની જેમ રહેલા છે.
ગુણો સમવાય સંબંધથી ચામડીની જેમ રહેલા છે. ગુણો અતિ સ્વભાવે અને કર્મો નાસ્તિ સ્વભાવે છે.
સત્તામાં ગુણો અનાદિથી છે, તેમ કર્મો પણ અનાદિથી છે.
પણ બન્નેના સંયોગમાં ઘણો ફરક છે. ઘરના કુટુંબી અને નોકરીમાં ફરક ખરો ને? વસ્ત્રમાં મેલ પણ છે ને તંતુ પણ છે, ફરક ખરો ને?
કર્મો મેલ છે, ગુણો તંતુ છે. કર્મો નોકર છે, ગુણો કુટુંબીઓ છે.
આપણે ગુણોને, કુટુંબીઓને કાઢીએ છીએ, ને ઉદ્ધત નોકરોને (દોષોને) કાઢવાને બદલે પંપાળીએ છીએ.
* ડૉક્ટરને પૂછ્યા વિના પોતાની મેળે દવા લઈને દર્દીનીરોગીન બની શકે, તેમ ગુરુ વિના પોતાની મેળે શિષ્ય ભાવરોગથી મુક્ત ન બની શકે.
કહે કલાપૂર્ણસૂરિ
... ૪૮ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org