SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ મૂરખને તમારા બાપ પણ મૂરખ. તમે મૂરખ હો તો છોકરા ક્યાંથી વિદ્વાન બને? આખરે ઓલાદ તો તમારી જ ને?” ઈત્યાદિ સાંભળવાથી ગુસ્સે ભરાયેલા પતિએ તેના પર સ્લેટ ફેંકી. માથામાં જોરથી વાગતાં તે મરી ગઈ. એ જ સુંદરી આજે ગુણમંજરી બની છે. શ્રીપુરનગર – વાસુદેવ શેઠ - બે પુત્રઃ વાસુસાર અને વાસુદર મુનિસુંદરસૂરિના પરિચયથી બન્નેએ દીક્ષા લીધી. નાનાભાઈ હોંશિયાર હતા. ભણી-ગણીને આચાર્ય બન્યા. વાચનાદિમાં કુશળ બન્યા. મોટાભાઈમાં ખાસ બુદ્ધિ નહોતી. પણ મોટા આચાર્યો પણ કેવા ભૂલે છે? તે જોવા જેવું છે. માટે જ પ્રતિક્ષણ સાવધાની મોટા સાધકને પણ જરૂરી હોય છે. એક વખતે આચાર્યશ્રી સંથાર્યા. એ જ વખતે એક શિષ્ય પૂછવા આવ્યો. એને જોઈને બીજા પણ આવ્યા. આચાર્યશ્રીની ઊંઘ બગડી. ઊંઘ બગડતાં મન બગડ્યું. વિચારે ચડ્યાઃ આના કરતાં મોટાભાઈની જેમ મૂર્ણરહ્યો હોત તો સારું હતું! મૂર્ખના ૮ ગુણો યાદ આવ્યા. मूर्खत्वं, हि सखे ममापि रुचितं तस्मिन् यदष्टौ गुणा । निश्चिन्तो बहुभोजनोऽत्रपमना नक्तं दिनं शायकः ।। कार्याऽकार्यविचारणान्धबधिरो मानाऽपमाने समः । प्रायेणाऽऽमयवर्जितो दृढवपुः मूर्खः सुखं जीवति ।। નિશ્ચિત્તતા, ઘણું ભોજન ખાઈ શકવાની શક્તિ, નિર્લજતા, રાત-દિવસ સૂઈ રહેવાનું કાર્ય કે અકાર્યની વિચારણા જ નહિં કરવાની, માન કે અપમાનમાં સમભાવ, રોગરહિતતા, મજબૂત શરીર, આ આઠ મૂર્ખના ગુણો છે. તેથી હે મિત્ર ! મને પણ મૂર્ખતા ગમે છે.” બસ, હવે તેમણે ભણાવવાનું બંધક્યું. એના કારણે આ ભવમાં તે મૂંગો બન્યો છે. એઠે મોઢે બોલવું, ખીસ્સામાં છાપેલા કાગળ આદિ રાખી વડી-લઘુનીતિએ જવું, અક્ષરોવાળા વસ્ત્રો પહેરવા, અખબારો પર બેસવું-ઊઠવું ઈત્યાદિ, ફોટાઓ પર પગ મૂકવા વગેરે જ્ઞાનની આશાતનાઓ છે. શ્રુતજ્ઞાનની વિરાધના કરીશું તો બહેરા-મૂંગા બનવું પડશે, આરાધના કરીશું તો શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સુધી લઈ જશે. ૪૭૨ .... ..... કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy