________________
આંખ = શાન.
માટે જ ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનસારમાં જ્ઞાનવગરની ક્રિયા અને ક્રિયા વગરના જ્ઞાન વચ્ચે ખજુઓ અને સૂર્ય જેટલો ફરક બતાવ્યો છે.
જ્ઞાનની આરાધનાથી કેટલો લાભ ?
જ્ઞાનની વિરાધનાથી કેટલો ગેરલાભ ?
તે આપણે વરદત્ત અને ગુણમંજરીની કથાથી ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ. વરદત્તે પૂર્વના આચાર્યના ભવમાં વાચના આદિ બંધ કરીને અને ગુણમંજરીએ સુંદરીના ભવમાં પુત્રોને અભણ રાખીને પુસ્તકાદિ જલાવીને જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું. બન્ને મૂંગા જન્મ્યા.
જ્ઞાનપંચમીની આરાધનાથી બન્ને સુખી થયા. આપણે પણ જ્ઞાનની વિરાધના કરીકરીને ઘણીવાર વરદત્ત અને ગુણમંજરી જેવા જડ અને મૂંગા બન્યા હોઈશું, પણ પછીનો ઉત્તરાર્ધ આપણા જીવનમાં નહિ ઘટ્યો હોય, જ્ઞાનપંચમીની આરાધનાથી આપણે લાભાન્વિત નહિ બન્યા હોઈએ. જો તેમ થયું હોત તો આજે આપણી આવી હાલત ન હોત !
પદ્મપુર નગરમાં ચતુર્ભ્રાની અજિતસેનાચાર્યે દેશનામાં જ્ઞાનપ્રધાન દેશના આપી : બધી ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, ભક્તિ છે. શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે.
ઈત્યાદિ દેશના સાંભળીને વરદત્તના પિતા રાજાએ વરદત્તના મૂંગાપણા અંગે તથા ગુણમંજરીના પિતાએ ગુણમંજરીના મૂંગાપણા અંગે પ્રશ્ન પૂછ્યા. આચાર્ય ભગવંતે બન્નેના પૂર્વભવ કહ્યા, જ્ઞાનાવરણીય કર્મ કઈ રીતે બાંધ્યું, તે બધું સમજાવ્યું.
સાચી માતા ભણાવવા માટે કાળજી રાખે.
ગુણમંજરીના જીવે સુંદરીના ભવમાં અધ્યાપકની અવહીલના કરી. પુત્રોને ભણતરથી છોડાવી દીધા. પાટી - પુસ્તક આદિ સળગાવી દીધા. આથી ભયંકર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું.
મોટા થયા પછી છોકરાઓનેકોઈ કન્યાન આપતાં ખીજાયેલા પતિએ પત્ની સુંદરીનો ઊધડો લીધો. સુંદરી પણ ગાંજી જાય તેવી નહોતી, એ ગર્જી : ‘‘છોકરી માની, છોકરા બાપના ગણાય. છોકરાની જવાબદારી તમારી ગણાય. મને શાના દબડાવો છો ? તમે
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૭૧
www.jainelibrary.org