________________
બુધવાર., કા. સુદ - ૨, ૧૦-૧૧-૯૯.
* સંસારમાં રખડતા-ઝળતા આપણા આત્માને અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા, ભવભ્રમણનો હજુ અંત નથી આવ્યો. મહાપુણ્યોદયે જ જિનવચન – શ્રવણ મળે. શ્રવણ સદ્ગુરુસંયોગથી જ મળે. સદ્ગુરુ સંયોગ દુર્લભ છે. સદ્ગુરુ-સમાગમ યોગાવંચકપણાથી મળે. (૧) યોગાવંચક.
(૨) ક્રિયાવેંચક.
(૩) લાવૈંચક.
આ ત્રણમાં પણ યોગાવેંચકપણું જ દુર્લભ છે. ગુરુમાં તારકતાના દર્શન કરવા તે યોગાવેંચકપણું છે.
સમવસરણમાં ઘણીવાર જઈ આવ્યા, દેશના સાંભળી આવ્યા, પણ તારકભાવ પેદા ન થયો, એટલે બધું એળે ગયું.
અત્યારે ભગવાન નથી, ભગવાનનું શાસન છે. એમાં તારક–બુદ્ધિ પેદા થઈ જાય તો કામ થઈ જાય. આત્મજ્ઞાનની સાચી ભૂખ લાગી હોય તો આજે પણ તૃપ્તિ થઈ શકે તેમ છે. ભોજનશાળાનો માલિક (ભગવાન) ભલે ને હાજર ન હોય, પણ ભોજન આપનાર રસોઈયો હાજ૨ છે પછી તમારી તૃપ્તિ કોણ રોકે છે ?
ભીખારી હોય, ભૂખ લાગી હોય, સામે ઘેબર તૈયાર હોય, તો એ ના પાડે ? ના પાડે
૪૫૮
Jain Education International
...
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org