________________
-ઃ અધ્યાત્મ ગીતા -
એમ ઉપયોગ વીર્યાદિ લબ્ધિ, પરભાવ રંગી કરે કર્મવૃદ્ધિ;
પરદયાદિક યદા સુહ વિકલ્પ, તદા પુણ્યકર્મતણો બંધ ક૨ે ૧૫।।
પૌલિક લાભ (ધનાદિ) મળતાં જીવ ગૌરવ આનંદ અનુભવે છે ઃ હું સુખી થયો. પણ ખરેખર એ દુઃખનું મૂળ છે, તે જીવ સમજતો નથી.
જીવની મુખ્ય બે શક્તિઓ છે.
૧) ઉપયોગ શક્તિ – જ્ઞાન. ૨) વીર્ય શક્તિ – ક્રિયા.
આ બન્ને શક્તિઓને આપણે પરભાવ સંગી બનાવી દીધી છે. તેના દ્વારા કર્મો જ વધાર્યા છે.
પુણ્યકર્મ સ્વર્ગે પહોંચાડે, પણ મોક્ષે જવું હોય તો આત્મશુદ્ધિ જન્ય ગુણો જોઈએ. એના માટે સદ્ગુરુ – યોગ જોઈએ.
હિંસા બે પ્રકારે
:
૧) દ્રવ્ય ઃ જીવ- -હિંસા
૨) ભાવઃ ગુણ-હિંસા.
આવેશ કરીએ છીએ ત્યારે ભાવપ્રાણની હિંસા કરીએ છીએ તે ભૂલી જઈએ છીએ. દ્રવ્યહિંસા કરતા પણ આ ભાવહિંસા ખતરનાક છે.
બીજાને ગુસ્સે કરીએ તે પણ હિંસા છે. બીજાને મારવાથી હિંસા થાય તેમ બીજાને ગુસ્સે કરવા તે પણ તેની હિંસા છે. પહેલી હિંસાથી ખતરનાક છે.
દોષો ટળે અને ગુણો વધે, એ જ નૂતન વર્ષની શુભેચ્છા છે.
પરસ્પર પ્રેમપૂર્વક રહો, ઝગડા-કલહથી દૂર રહો, એકબીજાને સહાયક બનો, વૈયાવચ્ચમાં રક્ત બનો, તો જીવન ધન્ય બનશે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૪૫૭ www.jainelibrary.org