SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્ર, ૧૬-૭-૯૯, અષા. સુદ-૪ ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે ? શોધનારને મળી શકે. શૃંગી મત્સ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનાને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગના ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય. મીઠું પાણી શી રીતે મેળવી શકાય ? એ કળા પૂ. ઉપા. યશોવિ. મ. આપણને સૌને શીખવે છે. ઉત્તમતાની પહેલી નિશાની ‘કોઈની પણ નિંદા નહિ’ છે. * મહાનિશીથમાં – આચાર્ય + રાજાનો વાર્તાલાપ. આચાર્ય : ‘ચક્ષુ કુશીલનું નામ પણ ન લેવાય’ રાજા : ‘કેમ ?’ આચાર્યઃ : ‘એનું નામ લેવાથી ભય ઉત્પન્ન થાય. ભોજન પણ ન મળે.’ રાજા : ‘મારે અખતરો કરવો છે.’ આચાર્ય ‘આવુ નહિ કરતાં.' રાજાએ નામ લીધું ને ત્યારે જ સમાચાર મળ્યા ઃ તમારા નગર પર શત્રુ સેના ચડી આવી છે. રાજા ગભરાયો. અબ્રહ્મચારીના નામમાં આવી તાકાત હોય તો બ્રહ્મચારીના નામમાં ન હોય ? રાજકુમારે સંકલ્પ ર્યો ઃ જો મેં મન-વચન-કાયાથી શીલનું પાલન કર્યું હોય તો ઉપદ્રવ શમી જાવ. શત્રુસેનાના હાથ થંભી ગયા. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ... ૩૫ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy