________________
આપણો કેસ જો ભગવાનને સોંપી દઈએ તો બેડો પાર થઈ જાય.
* ગરીબી અવસ્થામાં કોઈ શ્રીમંત હાથ પકડે ત્યારે આપણા દિલમાં કેવી ટાઢક વળે? સુખ વખતે બધા સાથ આપે, પણ દુઃખવખતે કોણ? આપણે નિગોદમાં અત્યંત દુઃખી હાલતમાં હતા ત્યારે આપણો હાથ પકડનાર ભગવાન હતા. “કાળ અનાદિ અતીત અનંતે જે પરરક્ત, સંગાંગિ પરિણામે, વર્તે મોહાસક્ત; પુદ્ગલ ભોગે રીઝયો, ઘારે પુદ્ગલ બંધ, પરકર્તા પરિણામે, બાંધે કર્મના બંધ..” ||૧૨
આપણો જ નહિ, તીર્થકરોનો પણ આવો જ દુઃખોથી ગ્રસ્ત ભૂતકાળ છે.
જીવ અનાદિથી છે, કર્મ અનાદિ છે. એટલે સૌની આ જ સ્થિતિ સ્વીકારવી રહી, આમ કેમ? પરની આસક્તિજીવમાં બેઠી છે. પુદ્ગલનો સારો સંગમળતાં તે રીઝે છે, ને નવા-નવા કર્મ બાંધે છે.
“હું સુખી છું, હું દુઃખી છું” વગેરે વિકલ્પો તેને આવે છે.
નિશ્ચય નયથી ભલે આત્મા કર્મથી અલિપ્ત હોય, પણ વ્યવહાર નથી કર્મથી લિત છે.
જેટલો સમય કર્મના સંયોગમાં ગયો, એટલો જ સમય કર્મના વિયોગમાં જાય, એવું નથી. ચરમાવર્તકાળમાં આવ્યા પછી તરત જ કામ થઈ જાય. અચરમાર્વતકાળના જીવો અસાધ્ય દર્દી જેવા છે. તેમને માટે કર્મવિગમ મુશ્કેલ છે.
બંધક વીર્યકરણે ઉદેરે, વિપાકી પ્રકૃતિ ભોગવે દલ વિખેરે! કર્મ ઉદયાગતા સ્વગુણ રોકે, ગુણ વિના જીવ ભવોભવ ઢોકે.” I૧૩
કોઈપણ કર્મ આપણા સ્વભાવને રોક્યા વિના ન જ રહે. જે ગુણને રોકતા હોય તેને સારા કેમ કહેવાય? - આથી જ જ્ઞાનીઓ સાતવેદનીયકર્મ જે સુખ આપે છે, તેને પણ સારું માનતા નથી. કારણકે એ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે છે.
આઠેય કર્મનો રાજા મોહનીય છે. એ બે ગુણને (દર્શન અને ચારિત્રને) રોકે છે. ' માટે જ મોહનીયના ક્ષયોપશમ વિના સાધનામાં એક ડગલું આગળ વધી ન શકાય.
ગુણોની જ્યારે જ્યારે ઉપેક્ષા કરીશું ત્યારે ત્યારે કર્મ બાંધવાના જ.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૪૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org