________________
ભગવાનથી, ગુરુથી અલગ પાડવાનું કામ મિથ્યાત્વ કરે છે.
પોતાનો અલગ વર્ગ ઉભો કરવો, ઈત્યાદિ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. ચોથો દોષ ઃ ‘વિરાધના’. આ ચારેય દોષો ખૂબ જ ખતરનાક છે.
સંયમ અને આત્મા – બન્નેની આથી વિરાધના થાય છે.
અશુભકર્મોનો અનુબંધ પડે છે, જે અનેક જન્મો સુધી ચાલે.
મરીચિએ પેલા કપિલને કહેલું : ‘કપિલ ! ત્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે.’ આ વાક્યમાં આજ્ઞાભંગાદિ ચારેય દોષો આવી ગયા.
શશિકાન્તભાઈ ઃ અત્યારે તો આવા એક નહિ અનેક મરીચિઓ છે, જેઓ કહે છે : ત્યાંય ધર્મ છે, અહીં પણ ધર્મ છે.
પૂજ્યશ્રી : અરે, એથી પણ એ માણસો આગળ વધી ગયા છે.
તેઓ તો પોતાને જ ભગવાન તરીકે ઓળખાવે છે.
મંત્રમાં અવિધિ જેમ આપત્તિ નોતરે છે, તેમ જિનાજ્ઞામાં અવિધિ આપત્તિ નોતરે
વિધિનું આરાધન, અવિધિનો નિષેધ બન્ને જિનાજ્ઞામાં સમાવિષ્ટ છે. વિધિનું પાલન સમ્યગ્ ન થતું હોય તો કમ સે કમ દિલમાં દર્દ તો હોવું જ જોઈએ.
જિનાજ્ઞાના ભંગથી જેમ અનવસ્થાદિ ચાર દોષો લાગે તેમ જિનાજ્ઞાના સમ્યગ પાલનથી આજ્ઞા-પાલન, વ્યવસ્થા, સમ્યક્ત્વ અને આરાધના આદિ લાભો હોય છે. બીજા લોકો પણ સન્માર્ગે વળે.
અમે ૬-૭ વર્ષ દક્ષિણમાં રહ્યા, ત્યાં આવા લાભો જોવા મળ્યા. અધ્યાત્મગીતા ઃ
આપણો મનોરથ છે ઃ એવંભૂત નયથી સિદ્ધ બનવાનો. પણ એ મનોરથ કરાવનાર છે ઃ સંગ્રહ અને નેગમ નય.
સંગ્રહનય કહે છે ઃ સર્વ જીવો એક છે. નૈગમ નય કહે છે ઃ તું શુદ્ધ સ્વરૂપી છે. તારા આઠ અંશો તો શુદ્ધ જ છે. આખી ખીચડી તપાસવાની જરૂર નથી. એક દાણો દબાવો એટલે ખબર પડી જાય ઃ ખીચડી ચડી છે કે નહિ ? તારા શુદ્ધ આઠ અંશ જ કહે છે ઃ તું શુદ્ધ સ્વરૂપી છે.
* વિષય – કષાય સામે આપણે જંગે ચડ્યા છીએ. માનો કોર્ટમાં કેસ ચાલે છે.
૪૩૬ ...
Jain Education International
For Private & Personal Use Only
*****
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org