________________
શુક્રવાર, આ. વદ-a. - ૧૩, -૧૧-૯૯.
* ભગવાને તો વિશ્વમાત્રને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ તેમાં ચાલવા તૈયાર થયો ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. | મુક્તિ-માર્ગેચાલીએએટલે ભગવાન આપણા માર્ગમાં સહાયક બને જ. ભગવાન ધર્મ – ચક્રવર્તી છે.
મોહની જાળમાંથી છોડાવી સંસારીજીવોને મોક્ષ-માર્ગે પ્રયાણ કરાવનાર ભગવાન છે. પણ ભગવાન એને જ પ્રયાણ કરાવી શકે જેને મોહ જાળરૂપ લાગે, સંસાર જેલ લાગે, પણ જેને જેલજ મહેલ લાગતો હોય, બેડીઓ જ બંગડીઓ લાગતી હોય, તેમના માટે ભગવાન કાંઈ જ ન કરી શકે.
પરિગ્રહના, મમતાના ભાર સાથે મુક્તિ - માર્ગે પ્રયાણ ન થાય. પર્વત પર ચડતાં સામાન્ય ભાર પણ આપણને પરવડતો નથી તો મોક્ષના માર્ગે ભાર શી રીતે પવછે?
જ્ઞાન એક એવી ચીજ છે, જેથી સ્વનું જીવન તો પ્રકાશિત બને જ, અન્યના જીવન પણ પ્રકાશિત બને જ.
લાકડું જડ છે, એ પોતાનો સ્વભાવ નહિ છોડે. પાણીમાં નાખશો તો પોતે પણ તરશે ને પોતાને વળગનાને પણ તારશે. જ્ઞાની પણ લાકડા જેવો છે. પોતે પણ તરે, અન્યને પણ તારે. ત્રણ પ્રકારના જીવો. (૧) અતિપરિણતઃ ઉત્સર્ગ માર્ગે બળેલી રોટલી. શક્તિથી પણ વધુ કરનાર. કહે કલાપૂર્ણસૂરિ .......
••• ૪૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org