________________
વિષય-કષાય તે સંસાર.
સામાયિક તે સંસાર પાર. સામાયિક ત્રણ પ્રકારનાઃ સમ્યક, શ્રત અને ચાસ્ત્રિ. સામયિક ગયું તો બધું ગયું
એકવાર “સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ પુસ્તક તો વાંચો. સામાયિક અંગેનો પૂરો મસાલો એમાં ગુજરાતીમાં છે. - હવે એના પર પણ વાચના રાખવી પડશે. * લઘુ - જઘન્ય.
ગુરુ - મધ્યમ. ગુરુતર – ઉત્કૃષ્ટ.
અવિધિના આ ત્રણ દોષ યથાક્રમ જાણવા. થોડી અવિધિ થાય તો ઉન્માદ, રોગ આદિ થોડા પ્રમાણમાં થાય. અવિધિ વધે તેમ ઉન્માદાદિ પણ વધતા જાય.
ઉત્તરાધ્યયન આદિ સૂત્રો પર્યાય પ્રમાણે અપાય.
ભણનાર અને ભણાવનાર બન્ને અખંડ ચારિત્રી હોય. પ્રશન: અહીં ફરી યોગ્યતાની વાત કેમ લાવ્યા? દીક્ષાર્થીની યોગ્યતા વખતે યોગ્યતાની વાત આવી ગઈ. ઉત્તરઃ દીક્ષા પછી પણ ભાવ પડી શકે. દીક્ષા વખતે છેતરપીંડી થઈ ગઈ હોય. સંસારથી એને ઝટ છુટવું હોય. એટલે દોષો છુપાવી રાખ્યા હોય... પછી એનો ખ્યાલ આવે એવું પણ બને. એવા અયોગ્યને સૂત્રાદિ ન અપાય. - પ્રવજ્યા આપી હોય તો મુંડન ન થાય. મુંડન થઇ ગયું હોય તો વડી-દીક્ષા ન અપાય.
જિનવચનથી વિરુદ્ધ થઈને અયોગ્યને શિષ્યના લોભથી દીક્ષા આપે તે ગુરુચારિત્રી અને તપસ્વી હોય તો પણ તે સ્વચાસ્ત્રિ ગુમાવે છે. બીજા પર - ઉપકાર કરવા તો ગયા, પણ એ તો ન થઈ શક્યો, સ્વ- ઉપકાર પણ ગયો.
ચમાર, ભીલ, ઢેઢ વગેરે અકુલીન દીક્ષા માટે નિષિદ્ધ છે, છતાં લોભ – દોષથી દીક્ષા અપાઈ જાય તો ગુરુનું પણ ચારિત્ર જાય. એવાને વડીદીક્ષા અપાઈ જાય તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને વિરાધના આ બધા દોષો લાગે..
૪૨૪ ..
...... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org