________________
બુધવાર, આ. વદ ૧૧., ૩-૧૧-૯૯.
* જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય ? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જ્યાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે, ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. * વ્યવહારથી જીવોના ૫૬૩ ભેદ સમજ્યા છીએ, નિશ્ચયથી સમજવાનું બાકી છે.
છે.
પહેલેથી જ નિશ્ચયની વાત કરવામાં આવે તો કાનજીમતની જેમ દુરુપયોગ થઈ શકે. સાતમા ગુણઠાણાની વાતો બાળજીવો સમક્ષ રજૂ કરાઈ અને તેમને કહેવામાં આવ્યું ઃ આ ક્રિયાકાંડ વ્યર્થ છે.
-
નયોનો દુરુપયોગ થવાની સંભાવનાથી જ તેની વાત ગૌણ કરવામાં આવી છે. પરમાત્મા જેવું જ આપણું સ્વરૂપ છે, એ નૈશ્ચયિક વાતનો પણ દુરુપયોગ થઈ શકે
સ્વાધ્યાય આદિ વિધિપૂર્વક કરવાના છે. અવિધિથી થાય તો ગાંડપણ, રોગ, આદિ પણ થઇ શકે છે. રુષ્ટ થયેલા દેવો ઉપદ્રવ કરી શકે છે. પ્રશ્ન ઃ હમણાં કાંઈ એવું દેખાતું નથી.
ઉત્તર ઃ સ્વાધ્યાય જ છોડી દીધો, પછી શું દેખાય ?
Jain Education International
કપડાં જ પહેરવાના છોડી દીધા તેના કપડા શું મેલા થાય ? કે
શું ફાટે ?
અવિધિથી કરાયેલા સ્વાધ્યાય આદિથી રોગ આદિ તો આવે જ, આગળ વધીને તે ચારિત્રધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય. આનાથી વધુ શું નુકશાની હોય ?
કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
... ૪૨૩
www.jainelibrary.org