________________
વિવાર, આ. વદ – ૮, ૩૧-૧૦-૯૯.
ધર્મકાર્યમાં ઉત્સાહ આપનાર વધે તેમ તે વધુ ફળદાયક બને. મજાર લોકો મોટો પત્થર અને શિલા અવાજ કરીને ચડાવે, લડાઈમાં સેનિકો પણ રણશીંગા સાંભળીને તાનમાં આવી જાય, તેમ ભાવિક ભગવાનના વચનો સાંભળી ઉત્સાહમાં આવે.
નિષ્ણાત વૈદ્ય શરીરની શુદ્ધિ-પુષ્ટિ કરે, તેમ આવશ્યક પણ આત્માની શુદ્ધિપુષ્ટિ કરે છે. - સાધુનું ધન જ્ઞાન છે. ગૃહસ્થ ધન માટે કેટલી મહેનત કરે? તેથી પણ વધુ જ્ઞાન માટે સાધુ કરે જ્ઞાન-શ્રદ્ધા આદિ જ સાધુની મૂડી છે. વિદ્યાના લોભી થવું ખોટું નથી.
* ધન સાથેન આવે, જ્ઞાન ભવાંતરમાં પણ સાથે આવશે. બાકી, દાંતમાંથી સોનું પણ લોકો કાઢી લેશે.
ચંચળ લક્ષ્મી માટે આટલો સમય (સમય એ જ જીવન છે.) વેડફવા કરતાં અમર લક્ષ્મી માટે પ્રયત્ન કરવો જ શ્રેયસ્કર છે.
* સ્વાધ્યાયથી થતા લાભઃ આત્માના હિતનું જ્ઞાન, અતિથી નિવૃત્તિ. નફો-તોટો વેપારી જાણે તેમ સાધુ આત્માનું હિતાહિત જાણે.
હિંસા, જૂઠ આદિ અહિતકર છે. અહિંસા, સત્ય આદિ હિતકર છે, સતત- આટલું નજર સામે રાખીને સાધુએ જીવવાનું છે. છજીવ નિકાયમાં સ્વ આત્માનું દર્શન ન થાય ત્યાં સુધી દીક્ષા માટે લાયકાત પેદા
•. ૪૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org