SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવવા છતાં તમે માનો તો હું ભવિતવ્યતાનો દૃષ્ટિકોણ અપનાવી શકું. તમે સ્વયં તમારા માટે ન અપનાવી શકો. માટે સ્વાધ્યાયની પ્રતિજ્ઞા આપું? કે નવા વર્ષે? કંઈક નવું ભણશો? ભૂલાઈ જવાના કારણે નવું ભણવાનું છોડી નહિ દેતા. ભલે એ ભૂલાઈ જશે, પણ એના સંસ્કારો અંદર પડ્યા રહેશે. જેટલા સૂત્રોના અર્થ દઢ-રૂઢ બનાવશો તેટલા સંસ્કારો ઊંડા ઊતરશે. નમુત્થણે પણ મને કેટલું કામ લાગે છે? અભય, ચક્ષુ, માર્ગ આદિને આપનારા ભગવાન માથે બેઠા છે, મારે ચિંતા શી? કદી કોઈ જોષીને કુંડલી-કુંડલી બતાવી નથી. કે ભવિષ્યની ચિંતા નથી કરી. આ બળ કોણ આપે છે? અંદર બેઠેલા ભગવાન. * સંસારી લોકો પૈસા ખર્ચીને પ્રસિદ્ધિ મેળવે. આપણે થોડુંક જ્ઞાન પ્રદર્શિત કરી પ્રસિદ્ધિ મેળવીએ. ફરક શો પડ્યો? આપણું જ્ઞાન પ્રદર્શક નહિ, પ્રવર્તક હોવું જોઈએ, આ વાત હું ઘણીવાર કહી ચૂક્યો છું. * આગમની માત્ર પૂજા નથી કરવાની, ભણવાનું છે, સમજવાનું છે, આગળ વધીને તે પ્રમાણે જીવવાનું પણ છે. અધ્યાત્મ ગીતા “જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોક – અલોકનો ભાવ જામ્યો; આત્મરમણી મુનિ જગવિદિતા, ઉપદિશી તિણે અધ્યાત્મગીતા..” કેટલાક જિજ્ઞાસુ શ્રાવક માટે પૂ. દેવચન્દ્રજીએ આ અધ્યાત્મગીતા બનાવી છે. વૈદિકોમાં ભગવદ્ગીતા પ્રસિદ્ધ છે, તેમ આપણી આ ગીતા છે. બે શ્રુતકેવલી કહ્યા છેઃ ૧) સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા. ૨) આત્મરમણી મુનિ. આખા આગમોનો સાર આત્મરુચિ, આત્મજ્ઞાન અને આત્મરમણતા છે. પરરુચિ, પરભાવરમણતાથી અટકવું તે છે. “આગમ - નો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે..” આ જ્ઞાનનો સાર છે, મુઠી છે. આટલી મૂઠીમાં બધું સમાઈ ગયું. શેષતેનો વિસ્તાર છે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy