________________
ભગવાનના માર્ગમાં નિશ્ચલતા – નિષ્કપતા થાય છે. સ્વાધ્યાય મોટો તપ છે. તપથી નિર્જરા થાય છે.
સ્વાધ્યાયથી બીજાને સમજાવવાની શક્તિ પ્રગટે છે. દાન કોણ કરી શકે? ધનનો સ્ટોક હોય તે. ઉપદેશ કોણ આપી શકે ? જ્ઞાનનો સ્ટોક હોય તે.
વાચના આદિ પાંચેય પ્રકારનો સ્વાધ્યાય કરે તેનામાં ઉપદેશક શક્તિ સ્વયં પ્રગટી જાય.
સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન થાય છે.
સ્વાધ્યાયથી ભગવાન હૃદયમાં વસે છે. કારણ આગમસ્વયં ભગવાન છે. ભગવાન હૃદયમાં આવતાં અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ થાય છે. હિત જાણો જ નહિ તો પ્રવૃત્તિ શી રીતે કરો? અહિતથી શી રીતે અટકો?
પંચસૂત્રમાં કહ્યું છે: “હિમહિમfમોરિયા '
દિતાહિતfમજ્ઞ: ગ્રામ્' ભગવન્! હુંમૂઢ-પાપી છું મને હિત અને અહિતનો જાણકાર બનાવ.
આવેશમાં આવીને દોષારોપણ નિંદા ઈત્યાદિ કરીને આપણે રોજ-બરોજ કેટલું અહિત કરીએ છીએ?
હિતાહિતનહિ જાણતોકર્તવ્યનકરે, અકર્તવ્ય કરતો રહે. આવો આત્મા ભવસાગર શી રીતે તરી શકે? એકવાર દુર્ગતિમાં પડ્યા પછી ફરી ઉપર શી રીતે આવી શકીશું? હિમાલયની ખીણમાં ગબડ્યા પછી માણસ હજુએ બચી શકે, પણ દુર્ગતિમાં પડ્યા પછી બચવું મુશ્કેલ છે.
પંડિત અમૂલખભાઈઃ “દુર્ગતિ આદિમાં ભવિતવ્યતા પણ કારણ ખરુંને?' ઉત્તરઃ ભવિતવ્યતા બીજા માટે વિચારી શકાય, પોતાના માટે નહિ, નહિ તો પુરુષાર્થ ગૌણ બની જાય. પોતાના ભૂતકાળ માટે ભવિતવ્યતા લગાવી શકાય. પહેલેથી જ ભવિતવ્યતા સ્વીકારી લઈએતો ધર્મ કે ધર્મશાસ્ત્રોનો કોઈ જ અર્થ નહિ રહે. ગોશાલક - મત આવીને ઊભો રહેશે.
ધર્મમાં ભવિતવ્યતા લગાડનારાઓને પૂછું છું તમે વેપારમાં ભવિતવ્યતા લગાડો છો? ભોજનમાં ભવિતવ્યતા લગાડો છો?
નિયતિને આગળ કરી ઘણા પુરુષાર્થહીન બની ગયા છે.
૪૦૮ ..
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org