________________
ભગવાન પરની આવી શ્રદ્ધાનું નામ “સમ્યગ્દર્શન’ છે.
* ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપું. મને માત્ર પૈસા આપો...” એમ બસમાંનો કંડક્ટર કહે છે.
તમારે ક્યાં જવું છે? મોક્ષમાં? તમારો અહંકારમને આપી દો...” એમ ભગવાન કહે છે.
પૈસાનું સમર્પણ કરવું સહેલું છે, અહંકારનું સમર્પણ કઠણ છે.
* જેના લગ્ન હોય તેના ગીત ગવાય. જે વખતે જે પદની પ્રધાનતા હોય તેને મુખ્યતા અપાય દર્શન-પદના દિવસે દર્શનને, જ્ઞાન-પદના દિવસે જ્ઞાનને મહત્તા અપાય. આમાં કોઈ નારાજ ન થાય. કાંતિના ગુણ ગવાય તો શાંતિ નારાજ થાય એવું બને, પણ દર્શનના ગુણ ગાવાથી જ્ઞાન કે જ્ઞાનના ગુણ ગાવાથી દર્શન નારાજ થાય, એવું કદી ન બને. કારણકે અંતતોગત્વા બધું એક જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય સાથે મળીને જ મોક્ષનો માર્ગ બને છે. ત્રણેય છુટા-છુટા મોક્ષનો માર્ગ ન બને. લોટ, ગોળ અને ઘી ત્રણેય મળીને જ શિરો બની શકે. એકને પણ છોડો તો કૂલર કે રાબડી બને પણ શિરો ન બની શકે.
-: જ્ઞાનપદ -
* દર્શન અને જ્ઞાન બન્ને જોડીયા પ્રેમી ભાઈઓ છે. એકને આગળ કરો તો પાછળનો નારાજ ન થાય. દર્શન – જ્ઞાન બન્ને પગ છે. એક આગળ રહે તો બીજો સ્વયં પાછળ રહી જાય. ક્રમશઃ એક-બીજા નાના-મોટા બનતા જાય.
બન્ને જોડીયા ભાઈ એટલા માટે કહું છું કે બન્નેનો જન્મ સાથે જ થાય. સમ્યત્વ આવતાં જ અજ્ઞાન જ્ઞાન અને મિથ્યાત્વ સમ્યગ્દર્શન બની જાય છે.
બન્ને એકીસાથે જન્મ્યાને...?
* જ્ઞાન, અજ્ઞાન - અંધકારને હરે. આપણી સમક્ષ તેજસ્વી પદાર્થ સૂર્ય છે, જે સૌને પ્રત્યક્ષ છે. લાખો ક્રોડો ગોળા પણ એની બરાબરી ન કરી શકે. જ્ઞાન પણ દિવાકર (સૂર્ય) છે. દિવસનું સર્જન કરે તે સૂર્ય કહેવાય. આપણી અંદર પણ મોહ-નિશાને દૂર કરનાર અધ્યાત્મ-દિવસનું સર્જન કરનાર જ્ઞાન
૩૭૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org