________________
ભક્ત માટે ભગવાન જ પરમનિધાન છે. દરિદ્રને ધન અને સતીને પતિ જ જેમ પરમનિધાન છે.
* સમ્યક્ત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ અચારિત્ર છે, ક્રિયા માત્ર કષ્ટક્રિયા છે.
* દર્શન સમક (અનંતાનુબંધી ૪, દર્શન મોહનીય ૩) ના ક્ષયથી ાયિક અને ક્ષય અને ઉપશમથી ક્ષાયોપશમિક અને ઉપશમથી ઔપમિક સમ્યક્ત્વ મળે છે. સાધકને પછાડવા મોહરાજાએ આ સાતને બરાબર તૈયાર કર્યા છે.
‘સમકિત – દાયક ગુરુ તણો, પચ્ચવયાર ન થાય;
ભવ કોડાકોડી કરી, કરતાં સર્વે ઉપાય...’’
સમ્યક્ત્વ – દાતા ગુરુનો કેટલો ઉપકાર ? તમે આજીવન કદી પ્રત્યુપકાર ન કરી શકો તેટલો.
આત્મતત્ત્વની અનુભૂતિ કરાવનારનો બદલો શી રીતે વાળી શકાય ?
શરીર મારું, વચન મારું, મન મારું, કર્મ મારા એ મિથ્યા ધારણાને તોડનાર સમ્યક્ત્વ રૂપ વ્રજ છે. આવું વ્રજ આપનારને કેમ ભૂલાય ?
વસ્ત્ર, મકાન શરીર આદિનો સંબંધ માત્ર સંયોગ સંબંધ જ છે. જ્યારે આત્મગુણોનો સમવાય સંયોગથી સંબંધ છે, એવું શીખવનાર જ નહિ, અનુભૂતિ કરાવનાર આવા ગુરુદેવ છે.
ધજાના સ્પંદનથી પવન જણાય, તેમ અરૂપી સમ્યક્ત્વ તેના લક્ષણોથી જણાય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્તા આ પાંચ લક્ષણોથી સમ્યક્ત્વ જણાય. * ‘ધર્મ રંગ અટ્ઠમીજીએ’
સમ્યક્ત્વથી ધર્મરંગ અસ્થિ – મજ્જાવત્ બને છે. સાતેય ધાતુમાં, લોહીના કણકણમાં અને આત્માના પ્રદેશ-પ્રદેશમાં ધર્મ અને પ્રભુનો પ્રેમ વ્યાપ્ત થઈ જાય છે. તેથી પરભાવની સકલ ઈચ્છા ટળી જાય છે.
* પ્રભુની પૂર્ણ ગુણ સંપત્તિ પ્રગટેલી છે. આપણી સત્તામાં પડેલી છે. તેને પ્રગટાવવાની ઈચ્છા તે સમ્યક્ત્વ.
બંધ : આવક. ઉદયઃ ખર્ચ.
ઉદીરણા ઃ જબરદસ્તીથી ખર્ચ.
કહે કલાપૂર્ણસૂરિ
....
Jain Education International
For Private & Personal Use Only
... ૩૭૧
www.jainelibrary.org