________________
૧૨ વ્રતો આદિ યમ-નિયમમાં સમાવ્યા છે. ૪થાના અંતે આસન, પાંચમામાં પ્રાણાયામ, છઠામાં પ્રત્યાહાર, પછી ૧૨ પ્રકાશ સુધીમાં ઘારણા, ધ્યાન અને સમાધિ વર્ણવેલા છે.
* શરીરમાં દાહ થતો હોય તેને જ તેની પીડા સમજાય. આવી જ પીડા જેને સંસાની, એટલે કે રાગ-દ્વેષની અપાર પીડા લાગતી હોય તેણે સાધના કરવી જ રહી.
બાહ્ય તાપ, જલ-સિંચન, ચંદન-વિલેપન વગેરેથી શમે, પણ આંતરતાપ જિનવચન વિના બીજા કોઈથી ન શમે..
* શરીરની મમતા, મદ, અહંકારનો નાશ કરનાર, કાઉસ્સગ્ગ મુદ્રામાં ધ્યાનના અભ્યાસી, તપના તેજથી ઝળહળતા, કર્મને જીતતા, પરપરિણતિનો સંગ નહિકરનારા, એવા મુનિ કરુણાના સિંધુ છે.
સાગર પણ નાનો પડે એવી કરુણાના સ્વામી સાધુ હોય છે.
* સાધનાનો પ્રારંભ સાધુથી થાય છે. ક્રમશઃ આગળ વધતાં અરિહંતમાં પૂર્ણ થાય છે.
* “જિમ તરુ ફ્લે ભમરો બેસે...”
ફૂલ પર ભમરો બેસે ખરો, પણ તેને પીડે નહિ ફૂલમાં કદી ભમરાએ પાડેલું છિદ્ર જોયું?
આવી જ પદ્ધતિ મુનિના આહાની છે. માટે જ એનું નામ “માધુકરી’ છે. * “અઠાર સહસ શીલાંગના.”
૧૮ હજાર શીલાંગ ધારી, જયણાયુક્ત મુનિને વંદન કરી હું મારું જીવન ચારિત્ર બનાવું છું.
* “નવવિધ બ્રહ્મગુતિ.”
નવ બ્રહ્મચર્યની ગુણિ, ૧૨ પ્રકારના તપમાં શૂરવીર મુનિને તો જ વંદન કરવાનું મન થાય, જો પૂર્વના પુણ્ય – અંકૂર પ્રગટેલા હોય.
પર્યાય નાનો તેમ વધુ વંદન મળે. વધુ વંદનથી વધુ આનંદ થવો જોઈએ.
બીજ હજુ ગુપ્ત હોય, પણ અંકૂરા પ્રગટ દેખાય. સાધુને વંદન કરવાનો અવસર મળે એટલે સમજવું પુણ્ય અંકૂર ફૂટી નીકળ્યા છે.
પણ વંદન અમદાવાદી જેવું ન જોઈએ, રાજાની વેઠ જેવું ન જોઈએ. .
૩૬૮ ..
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org