________________
સોમવાર, ૧૮-૧૦-૯૯, આ. સુદ – ૮.
સિદ્ધચક્રની આરાધના પરમપદ આપે છે. કેમકે નવ-પદો સ્વયં પરમપદ છે.
* ધ્યાન વિચારમાં સાત પ્રકારની ચિંતામાં... ૧લી તત્ત્વ ચિન્તામાં જીવાદિ તત્ત્વ ચિન્તા આવે છે. પરમ તત્ત્વચિન્તામાં પંચ પરમેષ્ઠી ભગવંતો આવે છે.
* તીર્થકરો પણ આ નવપદોનું સંપૂર્ણ વર્ણન કરી શકે નહિ. કેમકે વાણી પરિમિત છે. એમના ગુણો અપરિમિત છે.
* ધ્યાન, અભ્યાસ – સાધ્ય કરતાં કૃપા-સાધ્ય વધુ છે. જેમનું પ્રભુમાં ધ્યાન લાગી જાય, તેણે પ્રભુની કૃપા સમજવી.
* સ્થૂલદષ્ટિએ સિદ્ધો સિદ્ધશિલા પર છે. નિશ્ચયથી સિદ્ધો પોતાના આત્મામાં રહેલા છે. આઠેય કર્મ હટી જવાથી તેઓ અવ્યાબાધ સુખમાં લીન છે.
સંસારી જીવોને એકલું દુઃખ છે. કારણ કે જ્ઞાનીઓની નજરે સાતા (સુખ) પણ દુઃખ જ છે. સાતામાં જણાતું સુખ પરિણામે તો દુઃખરૂપ જ છે. દુઃખ વખતે એમ નથી થતું આવુંદુઃખ વારંવાર મળો. પણ સુખ વખતે એમ થાય છે. આ સુખ કદી ન જાય, હંમેશ રહે. આવી વૃત્તિથી આસક્તિ વધે છે. આસક્તિસ્વયંદુઃખરૂપ છે. જ્યારે સિદ્ધોમાં
કહે કલાપૂર્ણસૂરિ
...
•.. ૩૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org