SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ભગવંત વર્ણ, ગંધ, રસાદિથી રહિત હોય. સદા આનંદ, અવ્યાબાધ સુખમાં મગ્ન હોય, પરમ જ્યોતિરૂપ હોય. એક સિદ્ધો જે અવગાહનામાં હોય, તેટલી જ અવગાહનામાં અનંત હોય. ફરી તેઓ આ સંસારમાં આવવાના નથી. સાદિ અનંત કાળની તેમની સ્થિતિ છે. પોતાની આત્મ – સંપત્તિના રાજા છે. તેમની બધી જ શક્તિ પૂર્ણપણે વ્યક્તિરૂપ બની છે, એ જ શક્તિ આપણામાં પણ છે, પણ વ્યક્તિ નથી. સિદ્ધમાં વ્યક્તિ છે. વ્યક્તિ એટલે પ્રગટ. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, વગેરે અંગે અવસરે સમજાવીશું પણ અત્યારે એટલું સમજી લઈએ કે સ્વક્ષેત્રાદિની વિચારણાંથી મોહરાજાનો ૯૯% ભય ઓછો થઈ જાય. કેમ ? ભગવાને કહ્યું છે ઃ સર્વ પદાર્થો સ્વ રૂપે છે જ, પર રૂપે નથી જ, આટલી વાત નિશ્ચિત થઈ જાય પછી ભય શાનો? : ભગવતી સૂત્રમાં કહ્યું છે अथित्ते अत्थित्तं परिणमइ । नत्थित्ते नत्थित्तं परिणमइ । બધા દ્રવ્યો પોતાની મર્યાદામાં જ રહે. પુદ્ગલ ભલે આપણને વળગેલું છે, પણ પુદ્ગલ સાથે ભેળ-સેળ કદી ન થાય. આત્મા પુદ્ગલ ન બને, પુદ્ગલ આત્મા ન બને. આ વાત સમજતા નથી માટે જ ભયભીત છીએ. આ વાત આપણે હવે નહિ સમજીએ તો ક્યારે સમજીશું ? ક્યાં સુધી તત્ત્વજ્ઞાનથી હીન રહીશું. દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિ હીન ? ઉપદેશક પણ તેવા રે, શું કરે લોક નવીન ? – પૂ. દેવચન્દ્રજી. શું કરીએ ? કાળ જ એવો છે, એમ કાળ પર પણ દોષ ન આપો. એ આત્મવેંચના હશે ! ૩૫૪ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy