________________
9.
લાખોપતિની સંપત્તિના ધ્યાનથી કે દર્શનથી તમને એકેય રૂપિયો તો ન મળે, પણ
કર્મ ચોટે.
શેઠ ને સામંતો પ્રતિ તમને પ્રાતીત્યકી ક્રિયા લાગે, જ્યારે નવપદના ધ્યાનથી આત્મામાં જ તે ઋદ્ધિ પ્રગટ થવા માંડે છે.
જ
કોઈપણ કાર્યમાં છેવટનું લક્ષ્ય આ જ હોય છે ઃ આના જેવો હું કેમ બન્યું ?
નવપદના ધ્યાનમાં આ જ લક્ષ્ય હોવું જોઈએ.
શેઠને ત્યાં નોકરી કરતો નોકર ‘હું શેઠ બનું’ એવી ભાવના ધરાવે, તેમ અહીં પણ હું એના જેવો ક્યારે બનું ? તેવી ભાવના હોવી જોઈએ.
* ભગવાને ધર્મને વશ ર્યો છે. જેમ ઘોડેસવાર ઘોડો વશ કરે એને જોતાં જ ઘોડો સીધો ચાલવા લાગે. ધર્મને પણ ભગવાને એ રીતે પોતાને વશ કર્યો છે.
ભગવાન વિના તમે ક્યાંયથી ધર્મ મેળવી શકો નહિ.
ભગવાનનો આત્મા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય. દ્રવ્ય કદી ગુણથી જુદું ન હોય, જેમ વસ્ત્ર કદી તંતુ – રૂપ વગેરેથી જુદું નથી હોતું.
આત્મદ્રવ્યનો ગુણ ચેતના છે. જાણવું, જોવું એનો ગુણ છે. એ સ્વ-પર પ્રકાશક
છે.
:
સચરાચર જાણવા છતાં આશ્ચર્ય છે ઃ ભગવાનને જાણવાની કોઈ ઉત્સુક્તા નથી હોતી, પરમ ઔદાસીન્સમાં તેઓ સ્થિત હોય છે. કેવળજ્ઞાનની પહેલા જ પરમ ઉદાસીનતા ૧૨મા ગુણઠાણે આવી જતી હોય છે. વીતરાગતા આવે પછી જ સર્વજ્ઞતા આવે.
કોઈપણ શક્તિ કે લબ્ધિ, જ્યાં સુધી તેનો પ્રયોગ કરીને બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા હોય છે, ત્યાં સુધી મળતી નથી. સર્વજ્ઞતાની પૂર્વ શરત વીતરાગતા છે. પર્યાયના બે પ્રકાર ઃ
(૧) પ્રવર્તન ઃ કાર્ય-સ્વરૂપ. (૨) સામર્થ્યઃ શક્તિ-સ્વરૂપ. સત્પર્યાય (છતી પર્યાય) દા.ત. દોરડું... જેનાથી હાથી બાંધી શકાય કે મોટી શિલાઓ ચડાવી શકાય. એ જેટલા તંતુઓથી બનેલું હોય તેટલું જાડું હોય. એ જાડાઈ સામર્થ્ય પર્યાય છે. પણ દોરડું કાંઈ રાખી મૂકવા માટે ન બનાવાય, એના દ્વારા શિલા વગેરે ચડાવાય કે હાથી બંધાય. આવા કાર્યો વખતે પ્રવર્તન પર્યાય હોય.
છતી પર્યાય જે જ્ઞાનની, તે તો નવિ બદલાય;
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૩૫૧.
www.jainelibrary.org