________________
દ્વવાર, ૧૭-૧૦-૯૯, આ. સુદ-ઠે. ૭.
દ્વાદશાંગીનો સાર ધ્યાન યોગ છે. મૂળ-ઉત્તર ગુણ ધ્યાનયોગની સિદ્ધિ માટે છે, એમ સિદ્ધર્ષિગણિએ ઉપમિતિમાં કહ્યું છે. - શ્રેણિ વખતે પ્રબળ ધ્યાન શક્તિ હોય છે, તે પોતાની મેળે આવશે, એમ માનીને બેસી જઈએ તો મરુદેવીની જેમ કાંઈ બધાને એ શ્રેણિ મળી જતી નથી.
ધ્યાન બે રીતે સિદ્ધ થાયઃ અભ્યાસથી અને સહજતાથી અભ્યાસથી થતા ધ્યાનને “કરણ' કહેવાય અને સહજતાથી થતા ધ્યાનને “ભવન' કહેવાય.
શાશ્વતી ઓળીમાં સિદ્ધચક્ર યંત્રનું ધ્યાન કરવું જોઈએ. શરીરના ૧૦ સ્થાનમાંથી કોઈપણ સ્થાને ધ્યાન કરી શકાય. પૂર્વે એ રીતે ધ્યાન કરતું.
સિરિ સિરિવાલ કહામાં સિદ્ધચક્રનું ધ્યાન સંપૂર્ણપણે બતાવ્યું છે.
આ વિશ્વમાં નવપદ જેવું કોઈ આલંબન નથી. જેટલા ધ્યાનના આલંબન છે, તેમાં નવપદની તોલે કોઈ ન આવે.
માત્ર નામ લો, તો પણ કર્મ ખપે, ધ્યાન ધરો તો પૂછવું જ શું?
ધ્યાન-વિચારમાં પદ ધ્યાન પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને પરમપદ ધ્યાન પોતાના આત્મામાં જ પંચ પરમેષ્ઠી જોવાતે, એ રીતે જણાવાયું
૩૫૦ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org