SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ આત્મતત્ત્વનું અમૃત પામતા જશો. તેમણે જીવનમાં સાધના કરીને જે અર્ક મેળવ્યો તે બધો જ જ્ઞાનસારમાં ઠાલવ્યો છે. * કેટલાક યાનીઓ આવશ્યક ક્રિયાઓને ધ્યાનમાં બાધક માને છે. ખરેખર તો આવશ્યક ક્રિયાઓ ધ્યાનની બાધક નથી, પણ સાધક છે. * વરસાદ બધે જ પડે. પણ તેથી શેરડીમાં મીઠાશ, બાવળીયામાં કાંટા, રણમાં મીઠું અને સાપમાં ઝેર જ વધે, તેમ જિન-વાણી પણ પાત્રતા મુજબ અલગ-અલગ પરિણામ પામે છે. સાંભળનારમાં કોઈ ગોશાળો હોય તો કોઈ ગૌતમસ્વામી હોય. * સવારે તપ કયો ધારવો ? સાધનામાં સહાયક બને તેવો તપ અશઠભાવે સ્વીકારવો. સેવાની જરૂર હોય ત્યારે અટ્ઠાઈ લઈને બેસી ન શકાય. આમ કરે તે ગુનેગાર બને. તપ ગૌણ છે. ગુરુ-આજ્ઞા મુખ્ય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરાતો તપ જ નિર્જરાકારક બની શકે. મારે માત્ર સેવા જ કરવાની ? પાણીના ઘડા જ લાવવાના ? તો પછી આરાધના ક્યારે કરવાની ? એવું નહિ વિચારતા. પાણીના ઘડા લાવવા એ પણ આરાધના છે. સેવાથી આરાધના અલગ નથી. સેવા આરાધનાનો જ એક ભાગ છે. દસ વર્ષ પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે રહ્યો. નવો અભ્યાસ બંધ રહ્યો, પણ સેવાનો લાભ સારો મળ્યો. તે વખતે પૂ. પ્રેમસૂરિજીના પત્રો આવતા રહેતા ઃ ભણવા આવી જાવ. બાકી રહેલા છેદસૂત્રો પૂરા થઈ જાય. પણ પૂ. દેવેન્દ્રસૂરિજી કહેતા : તમે જાવ તો અહીં મારું શું ? અમે જવાનું માંડી વાળતા. પણ જ્યારે અવસર આવે ત્યારે બરાબર ભણવાનું કરી લેતા. વિ. સં. ૨૦૨૫માં વ્યાખ્યાન પછી પૂ. પં. મુક્તિ વિ. (પૂ. મુક્તિચન્દ્ર સૂરિ) પાસે પહોંચી જતો. ૩-૪ કલાક પાઠ લેતો. તમે ભલે તપ કરતા હો, પણ ચાલુ તપમાં સેવા ન કરાય, ઉપદેશ ન અપાય એવું નથી. આહારનું પચ્ચક્ખાણ માત્ર આપણને છે. બીજાને લાવી આપવામાં પચ્ચક્ખાણ કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only ૩૩૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy