________________
ગુરુવાર, ૧૪-૧૦-૯૯.
. -ઇ.
* ભગવાન ભલે નથી, પણ એમના તીર્થના, નામના, આગમના અને મૂર્તિના આલંબનથી આપણે ભવ-સાગર તરી શકીએ.
નાના બાળકને માતા-પિતાનું આલંબન જરૂરી છે. એમના ટેકાથી જ તે ચાલી શકે. ભગવાન પાસે આપણે સૌ બાળ છીએ.
ભગવાન જે રીતે પોતાનામાં વ્યક્તરૂપે જ્ઞાનાદિ સમૃદ્ધિ જોઈ રહ્યા છે, તે જ રીતે શક્તિરૂપે તમામ જીવોમાં પણ જોઈ રહ્યા છે.
ભગવાનમાં જે વૃક્ષરૂપે છે. સર્વ જીવોમાં તે બીજરૂપે છે.
* સાધુનું કોઈપણ અનુષ્ઠાનસમતાપૂર્વકનું હોય, તે બતાવવા જ દિવસમાં નવવાર સામાયિકનો પાઠ આવે છે. દીક્ષા વખતે પણ પ્રથમ આ જ પ્રતિજ્ઞા લેવામાં આવી છે.
ગુલાબજાંબુ જાણવા અલગ ચીજ છે, તેનો સ્વાદ માણવું અલગ ચીજ છે. સામાયિક જાણવું અલગ વાત છે. સામાયિક માણવું અલગ વાત છે. પુદ્ગલોનો ભવોભવનો અનુભવ છે. ગાઢ સંસ્કાર હોવાના કારણે આપણે તરત જ પુદ્ગલો તરફ ખેંચાઈ જઈએ છીએ. જ્યારે સામાયિકના સંસ્કાર હવે પાડવાના છે. * જ્ઞાનસાર અદ્ભુત ગ્રન્થ છે. તમે એનું ચિંતન-નિદિધ્યાસન કરતા રહેશો તેમ
.... કહે કલાપૂર્ણસૂરિ
૩૩૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org