________________
ૉવવાર, ૧૦-૧૦-૯૯. આ. સુદ-૧.
ઉત્તમ ધૃતિ, ઉત્તમ સંઘયણવાળા માટે શ્રમણધર્મ છે, અન્ય માટે શ્રાવકધર્મ છે. સમ્યગ્દર્શન પહેલા તીર્થંકરના ભવની પણ ગણત્રી નથી કરવામાં આવી તો આપણી તો વાત જ ક્યાં કરવી ?
આપણા સૌનો ભૂતકાળ આવો એક સરખો છે ઃ અનંતા દુઃખોથી ભરેલો. હવે જો અહીં પ્રમાદ કરીશું તો એ ભૂતકાળ ફરીથી મળશે. એ જ દુઃખોમાં રીબાવું પડશે. પુનઃ પુનઃ તે જ સ્થાનોમાં તે જ ભાવોમાં જવું તે જ ચક્ર છે. સંસાર ચક્ર જ છે.
* ઉત્તમ ક્ષમા, ઉત્તમ મૃદુતા, ઉત્તમ ઋજુતા, ઉત્તમ સંતોષ મળે ત્યારે જ શુકલધ્યાનના અંશની ઝલક મળી શકે.
* ૧૧મા ગુણઠાણાવાળા પણ પડીને નિગોદમાં જઈ શકે તો આપણાથી, મળ્યું છે તેટલામાં સંતોષ માનીને પ્રમાદમાં કેમ પડી શકાય ?
* અપ્રમત્તપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહો. માયા કેમ થઈ ? અભિમાન ક્યાંથી આવ્યું ? ગુસ્સો કેમ આવ્યો ? આપણે આત્મનિરીક્ષણ નહિ કરીએ તો કોણ કરશે ? આત્મનિરીક્ષણ વિના દોષો નહિ ટળે.
જે પાપો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત કરો. ગુરુ સાક્ષીએ ગહ અને આત્મસાક્ષીએ નિંદા કરો.
આપણા પરિણામો પડીને સાવ જ ચૂર – ચૂર થઈ જાય તે પહેલા તેને પકડી લો. બરણી વગેરે ઘણીવાર પડી જતી હોય છે, ત્યારે વચ્ચેથી જ કેવા પકડી લઈએ છીએ ?
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૩૨૧
www.jainelibrary.org