________________
ઉપાધ્યાય જ્ઞાનનું વિનયન (વિનિયોગ) કરનારા છે. સાધુ મોક્ષ-માર્ગમાં સહાયતા કરનારા છે.
* બીજાનું જ્ઞાન આપણામાં શી રીતે સંક્રાન્ત થાય ? વિનયથી, બહુમાનથી,
વિનય હશે તો જ્ઞાન આવવાનું જ છે. માટે જ જ્ઞાનની બહુ ફિકર નહિ કરતાવિનયની કરજો. નવકાર વિનય શીખવે છે. નવકાર વિનયનો મંત્ર છે. નવકાર અક્કડ જીવોને ઝૂકવાનું શીખવે છે. નવકાર વારંવાર કહે છે ઃ નમો...નમો...નમો... નમશો તો ગમશો, નહિ તો ભવમાં ભમશો.
એકવાર નહિ, છ વાર ‘નમો’નો પ્રયોગ નવકારમાં થયેલો છે.
નમોથી વિનય આવે – વિનય એક પ્રકારની સમાધિ છે; એમ શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે.
અરિહંત પાસેથી માર્ગ મેળવવાનો છે.
ભગવાન માર્ગદાતા જ નથી, સ્વયં પણ ‘માર્ગરૂપ’ છે.
એટલે જ ભગવાનને પકડી લો, માર્ગ પોતાની મેળે આવી જશે. જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ
તારૂં ધ્યાન તે સમકિત રૂપ,
તેહિજ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી;
તેહથી રે જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછીજી.
ભગવાનનું ધ્યાન જ સમ્યગ્દર્શન – જ્ઞાન અને ચારિત્ર છે, એમ ઉપાધ્યાયજી મ. નું કહેવું છે. તો ભગવાન ‘માર્ગ’ બની ગયા ને ?
* આજે પૂ. બાપજી મ.ની ૪૦મી સ્વર્ગતિથિ છે. ૧૦૫ વર્ષની વયે ૨૦૧૫માં સ્વર્ગવાસી થયેલા. એમની પરંપરામાં ૧૦૩ વર્ષના ભદ્રસૂરિજી તથા અત્યારે વિદ્યમાન ૯૮ વર્ષીય ભદ્રંકરસૂરિજી નું સ્મરણ થઈ આવે છે. વિ.સં. ૧૯૧૧ શ્રા.સુ. ૧૫ના જન્મ પામેલા
પૂ. બાપજી મ.નું ગૃહસ્થપણાનું નામ ચુનીલાલ હતું. લગ્ન પછી વૈરાગ્ય થતાં પત્ની ચંદનની રજા લઈ સ્વયં સાધુ-વેષ પહેરી લીધો. ૩ દિવસ સુધી કુટુંબીઓએ પૂરી રાખ્યા.
૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org