________________
ઉત્તરઃ આ પણ શંકા છે. ભોજનને પ્રાર્થના નથી કરવી પડતીઃ હે ભોજન! તું ભૂખ મટાડજે. તૃપ્તિ આપજે. ભગવાનને પ્રાર્થના નથી કરવી પડતી, એ તેમનો સ્વભાવ છે પણ આપણને પૂર્ણ શ્રદ્ધા નથી માટે જ શંકા થાય છે, પ્રશ્ન થાય છે.
ટ્રેન પર કેટલો વિશ્વાસ છે? તમે ઉંઘી જાવ છો.. પણ ડ્રાઈવર ઊંઘી જાય તો? તમને ડ્રાઈવર પર વિશ્વાસ છે, પણ દેવ-ગુરૂ પર વિશ્વાસ નથી. એટલે જ પૂછવું પડે છે. શશિકાન્તભાઈ મિચ્છામિ દુક્કડ
ના, આમાં તમે કાંઈ ખોટું નથી પૂછ્યું. તમે પૂછ્યું ન હોત તો આટલું આ ખુલત નહિ. લોકોને જાણવા મળતી નહિ.
યોગાવંચક સાધક ફળ પ્રાપ્ત કરે છે. ગુરૂ પ્રત્યે અવંચકપણાની બુદ્ધિ તે યોગાવંચકતા
છે.
ગુરૂને જોયા, પાસે બેઠા, વાત સાંભળી, વાસક્ષેપ લીધો, એટલા માત્રથી ગુરૂ મળી ગયા છે એમ ન કહી શકાય. ગુરૂમાં ભગવબુદ્ધિ જાગે તો ગુરૂ મળ્યા કહેવાય.
ડીસામાં એક એવા ભાઈ મળેલા, તેમણે કહ્યુંઃ ૩-૪ મહિનાથી આવું છું. એકે ય પ્રશ્ન પૂછયો નથી, પણ બધા જ પ્રશ્નોનો જવાબ આવી ગયો છે.
પ્રભુ! આપ આદેશ આપો. મારે શું કરવું?'' આમ તે કહેવા લાગ્યો. આ ગુરૂમાં ભગવદબુદ્ધિ થઈ કહેવાય. ગુરૂ તત્ત્વ છે, વ્યક્તિ નથી. તમે બહુમાન કરો છો, નારા લગાઓ છો તે વ્યક્તિના નહિ, ગુરૂ તત્ત્વના છે.
ગુરૂને વળગી રહે તેને ગુરૂ ભવ-પાર કરાવી દે. આ થઈ વાનરી ભક્તિ. વાનરશિશુનું ફક્ત આટલું જ કામ - વળગીને રહેવું
ટ્રેનમાં જનારનું ફક્ત આટલું જ કામ - ટ્રેનમાં બેસી રહેવું. જે સ્વયં ઈષ્ટ સ્થાને પહોંચી જાય.
વિસ્સગ્ગહરં માં કહ્યું: ‘તાવ હિઝ વોહિં “ભગવન્! મને બોધિ આપો.” બધું જ હોત તો આમ માંગવાની જરૂર શી પડે?
આવતી કાલે ચૌદશ છે. આયંબિલ કરજો, મંગળરૂપ છે. વિન નિવારક છે. થાળીજીભ-મન વગેરે કાંઈ નહિં ખરડાય.
આયોજક ન કહી શકે પણ અમે કહી શકીએ. કાલે રસ પડી જાય તો આસો ઓળીમાં આવી જજો.
કહે કલાપૂર્ણસૂરિ ......
•.. ૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org