________________
પડવાનો જ ને ! એ જ પત્થરને બંદુકથી ફેંકવામાં આવે તો ?
એક નાનો વેપારી ૨ ૪ કલાક કામ કરે છે તે માંડ ૧૦૦૦ કમાય છે. મોટો વેપારી ખાસ કાંઈ કરતો નથી. છતાં લાખો કમાય છે. કારણ કે મૂડી ઘણી છે. પેલા પાસે મૂડી ઓછી છે. મૂડી પ્રમાણે નફો મળી શકે.
પં. મ. પાસે જ્ઞાનની મૂડ ઘણી હતી. આથી જ ઘણું કમાયા.
* ચિન્તાભાવના પૂર્વઃ સ્થિર વ્યવસાયો ધ્યાનમ્ । ધ્યાનવિચારનું આ પહેલું છે. ચિન્તા અને ભાવના-જ્ઞાનપૂર્વકના અધ્યવસાય તે ધ્યાન છે.
સૂત્ર
ચિન્તા ૭ પ્રકારની છે.
૨ ૪ ધ્યાનના ભેદોમાં નવકારનો જાપ તે પદધ્યાન છે. આ ધ્યાન શ્રેષ્ઠ છે. કારણકે નવકારના પાંચ પદો સૌથી શ્રેષ્ઠ છે. રાજા, અમાત્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, વગેરે મહત્ત્વપૂર્ણ પદ છે. તેમ પંચ પરમેષ્ઠીના આ પાંચ પદો મહત્ત્વપૂર્ણ છે.
માનનુંગસૂરિ કહે છે :
આપની સ્તુતિમાં શું શક્તિ છે ? આપની સ્તુતિ કરતો આપના જેવો જ બની જાય છે. પોતે જ જવાબ આપતાં કહે છે : પોતાના આશ્રિતને પોતાના જેવો ન બનાવે તે શેઠ શા કામનો ?
* પાંચ પરમેષ્ઠીમાં તમને ક્યું પદ જોઈએ ? એકે ય નથી જોઈતું. બરાબરને ? તમને બીજું જ કાંઈ જોઈએ છે. તમને જે જોઈએ છે તે જ્ઞાનીની નજરે અતિ તુચ્છ છે. તુચ્છની માગણી નહિ કરતા. ચક્રવર્તી જેવા ખુશ થાય ને ઘેર-ઘેર ભીખ માંગવા જેવી અધમ માગણી કરશો ?
આપણે ભવોભવ આવું જ કર્યું છે.
* જ્ઞાન અને ક્રિયારૂપી પૈડાવાળા ધ્યાનરૂપી રથમાં બેસી જાવ. ભગવાન સારથિ બનીને તમને મુક્તિપુરીમાં લઈ જશે.
બાળક નાનું છે, પણ માતાના ખોળામાં હોય તો કોઈ ભય ? આપણે નાના હતા ત્યારે ખોળામાં હતા, એટલે બચી શક્યા છીએ. નહિ તો કોઈ બિલાડી ઉપાડી જાત. ને આપણા સો એ વર્ષ ત્યારે જ પૂરા થઈ જાત !
ચાર માતાના ખોળામાં બેસી જાવ.
કોઈ ભય નહિ રહે, પણ માતાના ખોળામાં તે જ જઈ શકે, જે ‘બાળક’ બને.
૨૯૦ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org