________________
તર્યા પછી જ દરિયામાં તવા કૂદી શકાય. તળાવ વ્યવહાર છે. સમુદ્ર નિશ્ચય છે.
* તમે તમારા સંતાનોનું શિક્ષણ-ધંધા આદિ માટે તો ધ્યાન રાખો છો, પણ તે દુર્ગતિમાં ન જાય તેની કદી કાળજી કરી? મને મારા મામા બાજુમાં બેસાડીને સામાયિક કરાવતા, ભક્તામર પાકું કરાવતા. તમે તમારા સંતાનો માટે કેટલો સમય આપો છો?
મહેન્દ્રભાઈને આવું અનુષ્ઠાન કરાવવાનું કેમ મન થયું? ઊંડ-ઉડે એ પણ વિચાર ખરોને કે મારા પરિવાર-સ્વજનો વગેરે ધર્મ-માર્ગે વળે.
* ચાર માતામાં સૌ પ્રથમ જ્ઞાનમાતા- વર્ણમાળા સૌથી છેલ્લી ધ્યાનમાતા - ત્રિપદી.
પાયામાં વર્ણમાતા જોઈએ. શિખરમાં ધ્યાન માતા છે. જ્ઞાનથી શરૂ થયેલી સાધના ધ્યાનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે.
* ૪૦૦ આરાધકોમાં પહેલો નંબર હું હિંમતભાઈને આપું, કોઈ નારાજ નહિ થતા પૂ. પંભદ્રંકરવિજયજી પછી પણ એમણે અમારો સાથ નથી છોડ્યો. દરચોમાસામાં આવવા તૈયાર. અમારી પાસે બેસે એટલું જ નહિ, બીજા સાધુઓ પાસે પણ બેસે. અમારી પાસે આવે છે, એટલે નહિ, પણ એમનામાં યોગ્યતા વિકસેલી છે માટે આમ કહું
* જ્ઞાન કદાચ પ્રયત્ન સાધ્ય છે, પણ ધ્યાન અને સમાધિ કૃપા-સાધ્ય છે પ્રથમ આપણી ભૂમિકા તૈયાર થાય પછી જ કૃપાના અવતરણ માટે યોગ્યતા તૈયાર થાય.
* એવો વિચાર હતોઃ ગુજરાતમાં જઈશું ત્યારે યોગ્ય જિજ્ઞાસુઓ મળશે તો ધ્યાન-વિચાર ગ્રન્થ વાચનામાં વાચવો.
બાબુભાઈ કડીવાળા તો પાલીતાણામાં અમે ચાર મહિના રહીશું. 'अज्ञातवस्तुतः ज्ञाने सति श्रद्धा अनन्तगुणा भवति ।' અજ્ઞાત કરતાં જાણેલી વસ્તુમાં શ્રદ્ધા અનંતગુણી હોય છે.
* આપણે પણ ગણીએ, પં. મ. પણ નવકાર ગણતા, ફરક શું? એમની કક્ષા અતિ ઉચ્ચ હતી, માટે એમને અલગ ફળ મળે, આપણને અલગ મળે.
નવકાર શ્રીમતીએ પણ ગણ્યો ને આજની “શ્રીમતીઓ પણ ગણે છે. પણ ફરક ક્યાં પડ્યો? પત્થર એક જ છે. તમે હાથથી ફેંકો અને બીજો ગોફણથી ફેકે તો ફરક
કહે કલાપૂર્ણસૂરિ
...
... ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org