________________
ગુરુએ આદેશ આપતાં સાપને પકડવા જતાં શિષ્યની ખૂંધ સીધી થઈ ગઈ. પછી ગુરૂએ અટકાવી દીધો.
બાજ્ઞા મુળામવિચારળીયા । અજૈનોમાં વાત આવે છે :
રાત્રે નાગદેવતા શિષ્યનું ખૂન લેવા આવે છે ગુરુએ આ જાણી લીધું.
છરી લઈ છાતી પર ચડીને ખૂન કાઢીને નાગદેવતાને પીવડાવ્યું. નાગદેવતા જતા રહ્યા. સવારે શિષ્યને પૂછ્યું ઃ તને કયો ભાવ પેદા થયો, જ્યારે હું તારી છાતી પર ચડી બેઠો હતો ?
‘‘આપ મારા ગુરુ છો, યોગ્ય લાગે તે કરી શકો છો’’ શિષ્યે જવાબ આપ્યો. પછી ગુરૂએ આત્મસાક્ષાત્કારની વિદ્યા આપી. આવી ભૂમિકા આપણી ખરી ? (૨) દાસ ઃ જૂના જમાનામાં દાસ-દાસી તરીકે માણસો વેંચાતા. ચંદનાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે.
ખરીદીને જે લીધેલો હોય તે ‘દાસ’ કહેવાય. આજની ભાષામાં ગુલામ. યીતઃ વાસઃ । એના શરીર પર નિશાની કરવામાં આવે ઃ જીવનભર દાસપણું કરે.
ઉત્તમ દાસ = સમ્ય‚ સેવાયાં નિપુળઃ । કયા ટાઈમે સ્વામીને શું જોઈએ ? તે સ્વામીને કહેવું ન પડે.
દુનિયાના દાસ ઘણીવાર બન્યા છીએ, પ્રભુના દાસ કદી નથી બન્યા. પ્રભુનો દાસ બને તેની દાસ દુનિયા બને. ભગવાનનો દાસ ન બને તેને દુનિયાના દાસ બનવું પડે. (૩) સેવક ઃ સેવતે કૃતિ સેવઃ । સેવા કરે તે સેવક.
પ્રભુ ચરણની સેવા શી રીતે થઈ શકે ? ચંદનાદિથી પૂજા કરવી તે દ્રવ્ય સેવા છે. આજ્ઞાપાલન, વિરતિનો સ્વીકાર તે ભાવ સેવા છે. ‘ચરણ’નો બીજો અર્થ ચારિત્ર થાય છે. ચારિત્રનું સેવન કરવું તે પણ ચરણ-સેવા કહેવાય.
‘‘આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે’’ આ સ્તવનમાં જ્ઞાનવિમલસૂરિજીએ આ જ ભાવ દર્શાવ્યો છે.
(४) किंकर : किं करोमि ? आदिशतु भवान् । ( इति यः स्वामिनं पृच्छति स નિ:। પ્રેષ્ય આદિ બધા કરતાં કિંકરપણું કઠણ છે. ભગવન્ ! હવે શું કરૂં ? આદેશ આપો. આવો ભાવ જેનામાં હોય તે કિંકર છે, ભગવાનનો આદેશ – આજ્ઞા આગમોમાં જણાવેલા છે. તદનુસાર જીવન જીવે અથવા જીવવાનો પ્રયત્ન કરે તે ‘કિંકર’ કહેવાય.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૨૮૭
www.jainelibrary.org