________________
જવાબમાં નરક કે નિગોદના જીવો નહિ, પણ અવિરત સમ્યગ્દષ્ટિ જીવો કહ્યાં છે. તેઓ પોતાના દુઃખે દુઃખી નહિ, પણ બીજાના દુઃખે દુઃખી હોય છે. પોતાના દુઃખે તો આખી દુનિયા દુઃખી છે.
બીજાનું દુઃખ પોતાનું લાગે ત્યારે સમજવુંઃ સમ્યગ્દર્શન આવ્યું છે.
અહીંના જીવોની ઉપેક્ષા કરીને આપણે કઈ મૂડી પર સિદ્ધશિલાની અપેક્ષા રાખીએ છીએ? * પ્રશ્નઃ ભગવાનની આટલી ઉત્તમ જીવન-શૈલી હોવા છતાં જગતના જીવો કેમ સ્વીકારતા નથી? ઉત્તરઃ જેલમાં રહેનારાઓને પૂછો. હજારોને મંત્રમુગ્ધ કરી દેતા પ્રવચનો આપવા છતાંય આપણે સ્વયં સ્વીકારી શક્તા નથી. તો પછી બીજાની શી વાત કરવી?
ચારિત્રાવરણીય કર્મ અંદર બેઠું છે. એ આ સ્વીકારવા દેતું નથી. પં. ભકર વિ. મળ્યા છતાં કેમ તમે અહીં ન આવી શક્યા? વિચારજો.
મને પણ આવા પ્રશ્નો, દીક્ષા પહેલા ૩-૪ વર્ષ નડેલા. પણ તમને ઠીક કહું છું તમારા જેવા દુઃખો-પરિષહો – અહીં નથી.
જેલમાં તો દુઃખો જ હોયને! વિતરાગસ્તોત્રના પ્રથમ પ્રકાશમાં ‘મયંતસ્થવિર: કહ્યું, ૨૦ મા પ્રકાશમાં તવ પ્રેગ્યોડમિ’ કહ્યું અહીં દાસભાવ પરાકાષ્ઠાએ પામેલો જણાય છે. (૧) પ્રેષ્ય : स्वामिना यत्र प्रेष्यते तत्र यः गच्छति, स प्रेष्यः । સ્વામી જ્યાં મોકલે ત્યાં જાયતે શ્રેષ્ય કહેવાય. પ્રેષ્ય, દાસ, સેવક, કિંકર આ ચારેયના અર્થમાં ફરક છે.
તમે તૈયાર ખરા? મહાવિદેહ માટે તૈયાર થઈ જાવ, પણ નરકમાટે તૈયાર થાય? કદાચ ભગવાન ત્યાં જવાનો આદેશ આપે.
પ્રભુના શ્રેષ્ય બનવા માટે મનની આવી ભૂમિકા હોવી જોઈએઃ સ્વામી જ્યાં મોકલે ત્યાં જવા તૈયાર છું.
૨૮૬ •••
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org