SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની માતા કહી છે. વર્ણમાતાની ઉપાસના કરનારો જ નવકારમાતાને મેળવી શકે, ગણી શકે, પામી નવકારમાતાની ઉપાસના કરનારો જ અષ્ટપ્રવચન રૂપ ત્રીજી ધર્મમાતાને મેળવી શકે. ધર્મમાતાને મેળવનારો જ ત્રિપદીરૂપ ચોથી ધર્મમાતાને મેળવી શકે. માટે ‘શોભા નાળાં..’ એ શ્લોકમાં ચારમાતાનો આ ક્રમ બતાવ્યો છે. 95, તીર્થંકરો પણ કેવળજ્ઞાન પામ્યા પછી કેવળજ્ઞાનદ્વારા ધર્મદેશના નથી આપતા શ્રુતજ્ઞાનરૂપ આ વર્ણમાતાથી ધર્મ-દેશના આપે છે. હું કે તમે જે બોલો છો તે વર્ણમાતાનો પ્રભાવ છે. *ક્રોધના જય વિના, ઉપશમની પ્રાપ્તિ વિના ચોથી ધ્યાનમાતા મળી શકે નહિ. પરમાત્માનો અનુગ્રહ હશે કે અમારી માતાનું નામ જ ક્ષમા હતું. માત્ર નામ જ નહિ, મૂર્તિમંત ક્ષમા જ હતા. કદિ મેં એમનામાં ગુસ્સો જોયો નથી. નામ પ્રમાણે ગુણો ન આવે તો માત્ર આપણે નામધારી છીએ, ગુણધારી નિહ. * પ્રથમ માતાની (વર્ષમાતાની) ઉપાસના માટે હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં ધ્યાનવિધિ બતાવી છે. નાભિમાં ૧૬ પાંખડીવાળું કમળ, અ થી અઃ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. હૃદયમાં ૨૪ (વચ્ચે કર્ણિકા સહિત) પાંખડીવાળું કમળ, ક થી મ વચ્ચેની કર્ણિકામાં ‘મ’ ની સ્થાપના કરવી. મુખ પર ૮ પાંખડીવાળું કમળ, ય થી હ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. આમ ઘ્યાન ધરવાનું છે. પછી સોના જેવા ચળકતા અક્ષરો તમને ફરતા દેખાશે. * બાળક જેવું છે મન – એને રખડવું બહુ ગમે, એવા મનને કહી દેવું; તારે રખડવું હોય તો આ ત્રણ માં જ રખડજે. (૧) વર્ણ : પ્રભુના નામમાં રમજે. (૨) અર્થઃ પ્રભુના ગુણમાં રમજે. (૩) આલંબન : પ્રભુની મૂર્તિમાં રમજે. આ ત્રણને ચૈત્યવંદનભાષ્યમાં આલંબનત્રિક કહેવાયું છે. ૨૮૨ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy