________________
- સોડાઈ છે. આ
ભા. વ. ૯, સવાર, તા. 3-૧૦-૯૯
* માતા-પિતા તરફથી આપણને સહજ રીતે જ કેટલાક સંસ્કારો એવા મળ્યા છે કે, જે કદી ભૂંસાઈ શકે નહીં જૈન કુળમાં જન્મેલો સ્વાભાવિક રીતે જ શિકાર, માંસ, મદ્ય આદિથી દૂર રહે, એ સહજ લાભ છે. જો આપણે કોઈ માંસાહારી કુળમાં જનમ્યા હોત તો? જરા કલ્પના તો કરી જુઓ! | સર્વ પ્રથમ માતા-પિતાએ આપણને સ્કુલમાં મોકલ્યા, ત્યાં આપણને પહેલી માતા મળી, વર્ણમાતા! અ થી હસુધીના અક્ષરો વર્ણમાતા છે.
આ વર્ણમાતાને ગણધરો પણ નમે છે. ભગવતી સૂત્રના પ્રારંભમાં આ વર્ણમાતાને નમો વંતિવી' કહીને ગણધરો દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે.
બ્રાહ્મી લિપિના આદ્યપ્રણેતા ભગવાન શ્રી ઋષભદેવ છે. લિપિ ભલે ભગવાને પ્રગટ કરી, પણ અક્ષરો તો શાશ્વત જ છે. ‘ન ક્ષતિ રૂતિ અક્ષરમૂ' એવી અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવી છે એટલે કે અક્ષરો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાના છે.
ભગવાને માત્ર ભૂલાઈ ગયેલી આ વાતને પ્રગટ કરી. ભગવાન ઋષભદેવ આ જગતના સૌથી પહેલા શિક્ષક છે.
જો એમણે સભ્યતા, શિક્ષણ અને સંસ્કૃતિની સ્થાપના ન કરી હોત તો માનવ-જાત આજે જંગલી હોત! માનવને સભ્ય બનાવનાર આદિનાથજી હતા.
અક્ષરોમાંથી જ બધું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કોઈપણ ધર્મશાસ્ત્ર, કોઈપણ ધર્મદેશના કે કોઈપણ પ્રકારનું પુસ્તક આઅક્ષરોના માધ્યમથી જ પ્રગટ થાય છે. માટે જ વર્ણમાલાને કહે કલાપૂર્ણસૂરિ ...
.. ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org