________________
ભગવાનના આગમો વાંચો અને તમને ભગવાન પર પ્રેમ ન જાગે એવું ન બને. * ગુરુમાં ભગવદ્ બુદ્ધિ જાગે તેને ભગવાન જલ્દી મળે. પંચસૂત્ર – ૪ માં ‘ગુરુવંદુમાનો મોવો’લખ્યું છે.’’ “ગુરુભપ્રિભાવન તીર્થંીદર્શને મતમ્'' ।। એમ યોગદષ્ટિ સમચ્ચયમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે.
* સાંભળતાની સાથે જ યાદ કેમ ન રહે ? રસ અને એકાગ્રતાપૂર્વક સાંભળો તો યાદ રહે. અમેરિકા કે યુરોપ ફોન જોડ્યો હોય, કોઈ મહત્ત્વના સમાચાર હોય તો યાદ રહે કે નહિ ? એટલી જ લગનીથી અહીં સાંભળો તો ?
ચક્ષા, યક્ષદત્તા વગેરે સ્થૂલિભદ્રની સાત બહેનો ક્રમશઃ એક, બે વાર સાંભળીને યાદ રાખી લેતી હતી, સાતમી બેન સાતવાર સાંભળે ને યાદ રહી જાય. મોટીબેન એકવાર સાંભળે ને યાદ રહી જાય.
સાંભળીને યાદ રાખવાની પરંપરા ભગવાન મહાવીર પછી વર્ષો સુધી ચાલતી રહેલી. બુદ્ધિ ઘટી એટલે પુસ્તકોમાં બધું લખાયું. વધતા જતા પુસ્તકો, વધતી જતી બુદ્ધિની નિશાની નથી, પરંતુ ઘટતી જતી બુદ્ધિની નિશાની છે, એમ માનજો, અહીં તમારે એ રીતે યાદ રાખવાનું છે.
જેના પર તમને બહુમાન થયું એ વસ્તુ તમારી થઈ ગઈ. ગુરૂ પર બહુમાન તો ગુરૂ તમારા.
ભગવાન પર બહુમાન તો ભગવાન તમારા.
ભલે ભગવાન કે ગુરૂ ગમે તેટલા દૂર હોય, પણ બહુમાન નજીક લાવી આપે છે. ભગવાન કે ગુરુ ગમે તેટલા નજીક હોય, પણ બહુમાન ન હોય તો તેઓ આપણાથી દૂર જ છે.
અમારા જમાનામાં ૧૦ આને કિલ્લો ચોખ્ખું ઘી મળતું. આજે ડાલડા ઘી પણ ન મળે. શુદ્ધ ઘી આયુષ્યનું કારણ કહેલું છે. ‘ઘૃતમાયુઃ' એ આર્યુવેદનું પ્રસિદ્ધ વચન છે. ઘી જ આયુષ્ય છે, એટલે કે આયુષ્યનું કારણ છે. કારણના અહીં કાર્યનો ઉપચાર થયો છે, તેમ ગુરૂ પરનો વિનય (બહુમાન) મોક્ષ છે એમ પંચસૂત્રમાં કહ્યું છે.
* ચામડાની આંખ ઉપર છત જુએ, બહુ-બહુ તો સૂર્ય-ચન્દ્ર અને તારા જુએ, પણ શ્રુતચક્ષુ – શ્રદ્ધાચક્ષુ તો, ઉપર સિદ્ધશિલા જુએ.
* દૂરસ્થોપિ સમીપથ્થો, યો પમ્ય દૈવયે સ્થિતઃ ।
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૨૭૯
www.jainelibrary.org