________________
સાધ્વી પોતાની કુદરતી હાજતને રોકે નહિ એ રોકવામાં ઘણું નુકશાન છે.
* જૈન ધર્મને હરાવવા દીક્ષિત થનાર ગોવિંદ મુનિનું સાચું હૃદય-પરિવર્તન થયું ને ફરીથી દીક્ષા લીધી. આવું છે આ શાસન જે પોતાના વિરોધીઓને પણ પોતાનામાં સમાવી લે
* કોઈ ભક્તિ આદિના કાર્યક્રમો મહાપુણ્યોદયે ગોઠવાયા હોય છે. પૂર્વમાં અદિભિષેક વગેરે અનુષ્ઠાનો ગોઠવાતા, જેમાં બધા જ સાધુ – સાધ્વીજીઓ એકઠા થાય. ન જનાર સાધુ - સાધ્વીને પ્રાયશ્ચિત્ત આવે, એમ છેદસૂત્રોમાં લખ્યું છે. * પ્રશ્ન કેવળજ્ઞાનીને શું બાકી રહ્યું જેથી તીર્થકરની દેશના સાંભળવા બેસે ? જરૂર શી? સમવસરણમાં કેવળી પર્ષદાની ગોઠવણ શા માટે? ઉત્તરઃ આ વ્યવહાર છે, ઔચિત્ય છે. ગુરુને જોઈને શિષ્યો પણ શીખે. બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે બહુમાન જાગે. તીર્થંકરનો મહિમા વધે.
જુઓ તો ખરા ! ગુરુ ગૌતમસ્વામી છપસ્થ છે, ૫૦૦ તાપસો કેવળજ્ઞાની છે, છતાં કેવળજ્ઞાની પાછળ ચાલે છે. કેવળજ્ઞાની શિષ્ય, છદ્મસ્થ ગુરચંડરુદ્રાચાર્યને ઉપાડીને ફરે છે, લાકડીના માર પણ સહે છે. કેવળી કૂર્મપુત્ર છ મહિના સુધી મા-બાપની સેવા કરે છે. સાચે જ, વ્યવહાર બળવાન છે.
* મૃગાવતીની જગ્યાએ આપણે હોઈએ તો ગુરુને કહી દઈએ: “તમે કેમ એકલા એકલા જતાં રહ્યાં? મને કેમ કહ્યું નહિ? ભૂલ તમારી છે, મારી જરાય નહિ. હું કાંઈ રખડવા નહોતી ગઈ, જેથી તમે મને ઠપકારો છો!”
આથી તો આપણને કેવળજ્ઞાન નથી થતું ને ? એમણે સમતાભાવે કેવળજ્ઞાન મેળવી લીધું, આપણે કેવળજ્ઞાનને દૂરને દૂર ધકેલીએ છીએ.
* પાણીમાં લોઢું, લાકડું અને કાગળ નાખો. એક ડૂબી જશે, (લોઢું), બીજા બે લાકડું અને કાગળ તરશે. તેમાંય લાકડું તો પોતે ય તને બીજાનેય તારે કાગળ પોતે તો તરે પણ બીજાને ન તારી શકે. લોઢું પોતેય ડૂબેને બીજાનેય ડૂબાડે.
આપણે કોના જેવા? આશ્રિતને તાનારા કે ડૂબાડનારા? * સમતા વારંવાર યાદ આવે માટે સાધુ દિવસમાં નવ વાર કરેમિ ભંતે બોલે.
પાંચ મહાવ્રતોથી પ્રાણાતિપાતાદિ પાંચેય અવતોથી વિરમણ થયું. સામાયિકના પાઠથી ક્રોધાદિ પાપોથી વિરમણ થયું.
કહે કલાપૂર્ણસૂરિ ......
••• ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainelibi