________________
* સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા પ્રભુના ગુણોની સ્પર્શના.
× ભાવ અરિહંત ન મળે ત્યાં સુધી નામ અને સ્થાપનામાં ભક્તને પ્રભુ દેખાય. પ્રેમીના પત્રમાં, પ્રેમીના ફોટામાં જેમ સાક્ષાત્ મિલનતુલ્ય આનંદ થાય તેમ પ્રભુનામ અને પ્રભુ મૂર્તિમાં ભક્તને મિલનતુલ્ય આનંદ થાય,
પ્રભુનો જાપ એ રીતે કરો કે મંત્રમાં તમને પ્રભુ દેખાય. પ્રભુ – મૂર્તિમાં તમે એવા દર્શન કરો કે તમને સાક્ષાત્ પ્રભુ દેખાય. મદ્ય મેં સાં નન્મ, ગદ્ય મે સત્તા વિજ્ઞા ‘અહો ! પ્રભુ ! આજે મારો જન્મ સફળ. આજે મારી ક્રિયા સફળ ?’’ આ ઉદ્ગારો શું કહે છે ? મૂર્તિમાં સાક્ષાત્ ભગવાનના દર્શન કરે તે જ આવું બોલી શકે ! ‘જેહ ધ્યાન અરિહંતકો, સો હિ આતમધ્યાન ! ભેદ કછું ઈણમેં નહિ.’’ આપણા વ્યવહાર–પ્રધાન ગ્રંથો આમ કહે છે.
પ્રભુને અલગ રાખીને તમે આત્મા મેળવવા માંગતા હો તો એ કોઈ કાળે નહિ બની શકે. ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને તમે ‘આત્મા’ માનવાની ભૂલ કરતા રહેશો.
પણ જે પ્રભુને પકડી રાખશે તેને આત્મ-દર્શન થશે જ. પ્રભુ પોતે જ એક દિવસ તેને કહેશે; તું ને હું કાંઈ અલગ નથી. આપણે બન્ને એક જ છીએ.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
...૨૬૩ www.jainelibrary.org