________________
Í4, ૪-૯-૯૯, શ્રા. વદ-૯.
* સિદ્ધાન્તોનો સ્વાધ્યાય વધે તેમ સંયમની શુદ્ધિ અને સ્થિરતા વધે, ભગવાન સાથે અભેદભાવે મિલન થાય. ચારિત્ર એટલે જ પ્રભુનું મિલન. સંતો, યોગીઓ પ્રભુ સાથે મિલન કરી શકે છે.
જાણ ચારિત્ર તે આતમા, શુદ્ધ સ્વભાવમાં રમતો રે;
લેશ્યા શુદ્ધ અલંક્યે, મોહ વને નવિ ભમતો રે... -આવા ચારિત્ર સુધી કોઈ રીતે પહોંચી શકાય?
જ્ઞાન પ્રમાણે શ્રદ્ધા, શ્રદ્ધા પ્રમાણે ચારિત્ર, ચારિત્ર પ્રમાણે ધ્યાન, ધ્યાન પ્રમાણે ભગવાન મળે છે.
સાધનોમાં ન્યૂનતા રાખીએ છીએ માટે જ ભગવાન મળતા નથી.
ચાલ્યા વિના ધ્યેય કેમ આવે? ખાધા વિના તૃપ્તિ કેમ મળે? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રભુ-પ્રાપ્તિનો ઉપાય છે. એન સેવીએ તો પ્રભુ કેમ મળે? રસ્તો મળી ગયો, પણ ચાલવું તો પડે જ ને?
દીક્ષા ધ્યેયની સમાપ્તિ નથી. સાધનાની પૂર્ણાહુતિ નથી, ખરેખર તો સાધનાનો પ્રારંભ છે. - મિથ્યાત્વ ગુણસ્થાનક પણ સાચા અર્થમાં અપુનબંધક (મેત્રી દષ્ટિ) માંઘટે. ગુણનું સ્થાન તે ગુણસ્થાનક. બાકી ઓઘથી મિથ્યાત્વ ગુણસ્થાનક તો એકેન્દ્રિયને છે તેમ આપણને પણ હોય તો ફરક શો પડ્યો? ૨૧૦...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org