________________
* ભક્તિ આપણી પણ શક્તિભગવાનની. ભગવાનની કૃપાથી આપણી શક્તિઓ વ્યક્ત થતી રહે છે. ભગવાન જ આપણી શક્તિઓને બહાર લાવવાના મુખ્ય હેતુ છે. ગૌતમસ્વામી આનું ઉત્તમ ઉદાહરણ છે. એમનું અભિમાન વિનયમાં પરિણમ્યું. એમની તમામ વિનાશગામિની શક્તિઓ વિકાસગામિની બની.
અરિહંતની ભક્તિથી આપણી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા આદિ વધતા ચાલે છે.
* ના પાડતા મા-બાપને અઈમુત્તાએ કહ્યું : મને મૃત્યુથી બચાવી શકતા હો તો હું દીક્ષા ન લઉં ! મા-બાપ ચૂપ થઈ ગયા.
ન
૧૦૦ વર્ષના બૂઢા પણ મોત નથી ઈચ્છતા.
પેલી ડોશીએ ભેંસ જોઇ યમ સમજીને કહ્યું : હું માંદી નથી. માંદો તો પેલો છે. સાધુપણું એટલે મૃત્યુંજયી મંત્ર. સાધુને કદી મૃત્યુનો ભય ન હોય. રોજ એ બોલેઃ ‘‘સાહારમુત્તિ વૈદું સવં તિવિદેળ વોસિર'' રોજ આહાર, ઉપધિ, શરીરનો ત્યાગ કરીને જ સૂવે.
મૃત્યુંજયી તપ-જપ જોઈએ છે ?
મૃત્યુંજયી તપ છે : માસક્ષમણ.
મૃત્યુંજયી જપ છે ઃ નવકાર મહામંત્ર. નવકાર મંત્રનું નામ છે : મૃત્યુંજયી મંત્ર. મૃત્યુ નહિ આવે તેમ નહિ, નવકારથી મૃત્યુમાં અસમાધિ નહિ થાય. સમાધિથી મરવું એટલે મૃત્યુને જીતી જવું.
નવકારનો જાપ તો ફળે જો તમે કાળા કામો અને કાળા ધંધા ન કરો. (આવેલા લોકોને નવકારવાળી ગણવાની પ્રતિજ્ઞા અપાઇ.)
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
૨૦૯
www.jainelibrary.org